મુલાકાત:રાજકોટમાં દિવાળી વેકેશન ખુલ્યા બાદ 15 દિવસમાં 2600 લોકો ગાંધી મ્યુઝીયમની મુલાકાતે

રાજકોટ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વિદેશના 5 મુલાકાતીઓ તેમજ 12 વર્ષથી મોટી ઉંમરના 2052 અને 536 બાળકો એમ કુલ મળીને 2600થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી

રાજકોટમાં નિર્માણ પામેલ મહાત્મા ગાંધી મ્યુઝીયમ પૂ. બાપુને સાચી શ્રધ્ધાંજલિ રૂપે એક અનોખી અને ઐતિહાસિક પહેલ બની રહી છે. પૂજ્ય બાપુએ જ્યાં અભ્યાસ કર્યો છે તે આલ્ફ્રેડ હાઈસ્કુલમાં બનેલા આ મ્યુઝીયમની દેશ-વિદેશના પ્રવાસીઓ મુલાકાત લઇ રહ્યા છે. જેમાં છેલ્લા પંદર દિવસમાં કુલ 2600 જેટલા મુલાકાતીઓએ ગાંધી મ્યુઝીયમની મુલાકાત લઇ ધન્યતા અનુભવી હતી.

60 વિદ્યાર્થીનીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છેલ્લા પંદર દિવસમાં જુદા જુદા દેશના 5 મુલાકાતીઓ તેમજ 12 વર્ષથી મોટી ઉંમરના 2052 અને 536 બાળકો એમ કુલ મળીને 2600થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેમાં મુલાકાતીઓનું અન્ય એક ગુપ પણ સામેલ છે. જે રોજ મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકોટની જીલ્લા શિક્ષણ તાલીમ કોલેજ, રાજકોટની કુલ 60 વિદ્યાર્થીનીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતો અંગેની માહિતી મેળવી અભિભુત થયા હતા.

મુલાકાતીમાં માટે 400 રૂ. વિઝિટ ફી
ગાંધી મ્યુઝીયમ ખાતે આવતા મુલાકાતીઓ માટે 12 વર્ષ સુધીના બાળકો માટે 10 રૂ.,12 વર્ષથી મોટી ઉંમરના મુલાકાતીમાં માટે 25 રૂ. અને ફોરેનના મુલાકાતીમાં માટે 400 રૂ. વિઝિટ ફી રાખવામાં આવી છે. ગાંધી મ્યુઝીયમની મુલાકાતનો સમય સવારે 10:00 થી સાંજના 06:00 સુધીનો રાખવામાં આવેલ છે દર સોમવારે મ્યુઝીયમ બંધ રાખવામાં આવે છે.

બાકી રહી ગયેલો મણકો તેમાં જોડાઈ ગયો
મ્યુઝીયમ ખાતે ગાંધીજીના જીવન ચરિત્ર અને સિદ્ધાંતો પર આધારિત કલા કૃતિઓ રાખવામાં આવી છે. વધુમાં મુલાકાતીઓ માટે લાઈબ્રેરી અને કેન્ટીનની પણ વ્યવસ્થા રાખવમાં આવી છે. આમ જોઈએ તો ગુજરાતમાં પૂ.બાપુની જીવનશ્રુંખલાનો બાકી રહી ગયેલો મણકો તેમાં જોડાઈ ગયો છે, જેમાં પોરબંદર, દાંડી, સાબરમતી અને રાજકોટ રૂપી મોતી "ગાંધી સર્કિટ"માં પરોવાઈ ચૂક્યું છે. રાજકોટમાં આકાર પામેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં તાદ્રશ્ય થઇ રહી છે.