તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:RTEના બીજા રાઉન્ડમાં 260 વિદ્યાર્થીને પ્રવેશ અપાયા

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઈ વિદ્યાર્થી પ્રવેશ નહીં લે તો ત્રીજો રાઉન્ડ

રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ આર્થિક રીતે નબળા પરિવારના બાળકને વિનામૂલ્યે ખાનગી શાળામાં ધો.1માં પ્રવેશ આપવા માટે રાજકોટ જિલ્લામાં કુલ બે રાઉન્ડ યોજાયા હતા જેમાં પ્રથમ રાઉન્ડમાં રાજકોટ શહેરમાં 3199 વિદ્યાર્થી અને બીજા રાઉન્ડમાં 260 બાળકને પ્રવેશ અપાયો છે. બંને રાઉન્ડ પૂર્ણ થયા બાદ જે બાળકને પ્રવેશ મળવા છતાં એડમિશન નહીં લે તેવી ખાલી પડેલી સીટો માટે ત્રીજો રાઉન્ડ થશે જેમાં વેઈટિંગમાં રહેલા બાળકોને પ્રવેશ આપવામાં આવનાર હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.

અગાઉ શિક્ષણ તંત્રએ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ જે બાળકોની અરજી માન્ય થઇ છે પરંતુ પ્રથમ રાઉન્ડમાં સ્કૂલની ફાળવણી થઇ નથી તેવા બાળકોના વાલીઓ શાળામાં ખાલી પડેલી જગ્યાઓના આધારે ફરી સ્કૂલ પસંદગી કરી શકે તે માટે શિક્ષણ વિભાગે ત્રણ દિવસની મુદ્દત આપી હતી. આરટીઈ હેઠળ પ્રથમ રાઉન્ડમાં રાજકોટ જિલ્લામાં 2288 બાળકને અને શહેરમાં 3199 બાળક સહિત કુલ 5487ને ખાનગી શાળામાં પ્રવેશ અપાયો છે. જ્યારે બીજા રાઉન્ડમાં 260 જેટલા બાળકોને પ્રવેશ મળ્યો છે. હવે બંને રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે તેમાંથી જો કોઈ બાળક સ્કૂલમાં દાખલ નહીં થાય તો તેવી ખાલી પડેલી જગ્યાઓ માટે જ ત્રીજો રાઉન્ડ થશે અન્યથા પ્રવેશ પ્રક્રિયા નહીં થાય.

અન્ય સમાચારો પણ છે...