કોરોના રાજકોટ LIVE:રવિવારે શહેરમાં નવા 26 કેસ દાખલ, 14 વર્ષની તરુણી સંક્રમિત, જિલ્લામાં એક સપ્તાહમાં નવ 105 કેસ નોંધાયા

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે રવિવારે રાજકોટ શહેરમાં કોરોનાના નવા 26 કેસ નોંધાયા હતા જ્યારે સંક્રમિત દર્દીઓ પૈકી સાજા થયેલા 5 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રવિવારે નવા 26 કેસ આવતા જ એક્ટિવ કેસની સંખ્યા વધીને 196 થઇ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે શહેરમાં કોરોનાના કુલ કેસ 64283 થયા છે જ્યારે હાલ 196 દર્દી સારવાર હેઠળ છે અને રવિવારે 5 દર્દીને રજા આપવામાં આવી હતી.

14 વર્ષની વિદ્યાર્થિની કોરોના સંક્રમિત
રવિવારે આવેલા કોરોનાના 26 કેસ પૈકી સૌથી વધુ વોર્ડ નં. 11માં 5 કેસ, વોર્ડ નં. 3 અને 1માં 4 કેસ, વોર્ડ નં. 10, 16 અને 17માં ત્રણ-ત્રણ કેસ નોંધાયા છે જ્યારે વોર્ડ નં.14માં 2 અને વોર્ડ નં. 7 અને 8માં એક-એક કેસ નોંધાયા છે. લક્ષ્મીવાડીમાં 14 વર્ષની વિદ્યાર્થિની કોરોના સંક્રમિત થઇ છે. જ્યારે વોર્ડ નં.10માં ઇન્દિરાસર્કલ વિસ્તારમાં રહેતા અને બેંગ્લોરથી આવેલા વૃદ્ધા સંક્રમિત થયા છે. જ્યારે આ જ વોર્ડના રોયલપાર્કમાં રહેતા તાજેતરમાં જ બેંગ્લોરથી પરત આવેલા વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા છે. હુડકોના પુરુષાર્થ વિસ્તારમાં રહેતી યુવતી, વોર્ડ નં.11ના ન્યારી ડેમ પાસે રહેતા યુવાન સંક્રમિત થયા છે. વોર્ડ નં. 18માં વિવેકાનંદનગરનો યુવાન, જંગલેશ્વરમાં રહેતી યુવતી, જામનગર રોડ પર રહેતા 4 યુવાન સહિત કુલ 26 કોરોનાના કેસ રવિવારે પોઝિટિવ આવ્યા છે.

જિલ્લામાં સપ્તાહમાં કોરોનાના 105 કેસ નોંધાયા
રાજકોટ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં જ 105 કેસ નોંધાયા છે. હજુ પણ 55000 લોકોએ બીજો ડોઝ લેવાનો પણ બાકી છે. બીજી તરફ લોકોમાં માસ્કને લઇને પણ જાગરૂકતાનો અભાવ જોવા મળી રહ્યો હોઇ, આ પ્રકારના વિવિધ કારણો વચ્ચે કોવિડના કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે.
જિલ્લામાં સપ્તાહમાં કોરોનાના 105 કેસ નોંધાયા.