મેઘમહેર:રાજકોટમાં 50 દિવસમાં 26 ઇંચ પાણી વરસ્યું, હજુ શનિ-રવિવાર સુધી ભારે વરસાદની આગાહી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરેરાશ 35 ઇંચ વરસાદની જરૂરિયાત, ગુરુવારે દિવસભર ઝરમર, સાંજે એક કલાકમાં એક ઇંચ વરસ્યો

રાજકોટમાં શુક્રવારે સાંજે દિવસભર ઝરમર વરસાદ અને વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. સાંજના સમયે એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હવે શનિ-રવિ સુધી ભારે વરસાદની આગાહી છે ત્યાં સુધી છૂટોછવાયો વરસાદ થશે. રાજકોટમાં સિઝનનો સરેરાશ 35 ઇંચ વરસાદ વરસતો હોય છે એની સામે રાજકોટમાં 50 દિવસમાં 26 ઇંચ વરસાદ વરસી ગયો છે. જ્યારે અત્યાર સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ કરતા 118 ટકા વધુ વરસાદ પડી ગયો છે. ગુરુવારે રાજકોટમાં આખો દિવસ ઝરમર વરસાદ રહ્યો હતો સાંજે એક ઇંચ વરસાદ પડ્યો હતો.

રાજકોટમાં સવારથી જ વાદળો છવાયા હતા. જેને કારણે બફારો રહ્યો હતો, પરંતુ વરસાદ આવ્યા બાદ વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી. સાજના સમયે સેન્ટ્રલ ઝોનમાં 18 મીમી, વેસ્ટ ઝોનમાં 14 મીમી અને ઇસ્ટ ઝોનમાં 20 મીમી વરસાદ થયો હતો. આ સાથે સિઝનનો કુલ વરસાદ અનુક્રમે 651 મીમી, 577 મીમી, 534 મીમી નોંધાયો છે. રાજકોટમાં એક ઇંચ વરસાદ આવ્યો હતો.

સામાન્ય વરસાદે માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી, 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે વાહનચાલકોના વાહન પણ ફસાઈ ગયા હતા અને બંધ પડી ગયા હતા. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યાનુસાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે જેમાં અમરેલી, જામનગર અને દ્વારકાનો સમાવેશ થાય છે. જોકે હવે સાર્વત્રિક વરસાદ પડશે. વરસાદની સંભાવના હોવાથી પાક પાણીનું ચિત્ર પણ સારું રહેશે.

અન્ય સમાચારો પણ છે...