દર વર્ષે ઉત્તરાયણના દિવસે પતંગની કાતિલ દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે. ત્યારે તેના નિવારણ અર્થે રાજકોટમાં આજથી કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ પત્રકાર પરિષદ યોજી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે,રાજકોટ જિલ્લામાં 26 કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યા છે. ઘવાયેલા પક્ષીઓની જરૂરી અદ્યતન સારવાર જેવી કે સોનોગ્રાફી, પેથોલોજી તેમજ જરૂરી ઓપરેશન પણ કરાશે.
95 ટકા પક્ષીઓને બચાવ્યાનો દાવો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉનાં વર્ષે લગભગ 95 ટકા પક્ષીઓને કરુણા અભિયાન દ્વારા બચાવ્યા છે. ખાસ તો આ વર્ષે લોકો લોકોને ચાઈનીઝ દોરી ખરીદવાનું ટાળે અને કોઈ વેંચાણ કરતું હોય તો પોલીસને જાણ કરો તેવી મારી અપીલ છે. શહેરમાં ત્રિકોણબાગ, કિસાનપરા, પેડક રોડ, તેમજ કોઠારીયા રોડ સહિત 15 સ્થળોએ સારવાર કેન્દ્રો કાર્યરત છે.
વોટસ્એપ પર પણ જાણ કરી શકો છો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સેવાભાવી સ્વયંસેવકો 'કરૂણા અભિયાન' માં સહભાગી થશે. પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો વોટસ્એપ અને વેબસાઇટ દ્વારા મેળવી શકાશે.એ માટે વોટસ્એપ નંબર 82000 10000 નંબર 'Karuna' મેસેજ લખી https://bit.ly/karunaabhiyan ઉપર ક્લિક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે.
આ નંબર પર સંપર્ક કરવો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં તમામ તાલુકાઓની રેન્જ કચેરીએ કરૂણા અભિયાન અંતર્ગત તાતકલિક સારવાર મળી રહે તે માટે કંટ્રોલરૂમ શરૂ રહેશે. તાત્કાલીક સારવાર રેસ્કયુ માટે કરૂણા એમ્બ્યુલન્સ-1962, 98984 99954, 98980 19059, ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર કંટ્રોલરૂમ નં. 0281-2471573 ટોલ ફી નં. 1077 પર સંપર્ક કરી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.