રાજકોટ મનપાએ વેરા વસૂલાતના લક્ષ્યાંકને પહોંચી વળવા સીલિંગ, જપ્તી અને હરાજી સુધીની પ્રક્રિયાઓ માટે તૈયારી કરી છે. જે જે મિલકતો છે તેમાં પાણીવેરો પણ લેવામાં આવે છે પણ જે નળ કનેક્શન લેવાયા હોય તેને મિલકત વેરા સાથે લિંક ન કરાયા હોય તેને કારણે પાણી વેરાની વસૂલાત થતી હતી. મનપાના જણાવ્યા મુજબ શહેરમાં 57780 નળજોડાણ એવા છે જે મિલકતો સાથે લિંક કરાયેલા નથી આ ઉપરાંત તે પૈકીના 25406 જોડાણ એવા છે જેમણે પાણીવેરો ભર્યો નથી તેથી તમામ પાસેથી 25000 રૂપિયા જેટલી જંગી ઉઘરાણી નીકળે છે. આ તમામ વસૂલાત માટે ખાસ ઝુંબેશ શરૂ કરવા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ આદેશ કર્યો છે.
નળ કનેક્શન મિલકત વેરા નંબર સાથે લિંક થયેલા ન હોવાથી વેરા વસૂલાત શાખા તેને ટ્રેક કરી શકતી ન હતી તેથી આવા મિલકતધારકો પાણીવેરો ભરવામાંથી છટકી જતા હતા. જોકે તેની વ્યવસ્થા માટે મનપાએ આસિ. ઈજનેર કક્ષાની વ્યક્તિ અને અન્ય સ્ટાફને ખાસ્સો સમય રોકીને ડેટાબેઝ તૈયાર કર્યો છે. આ ઉપરાંત 25000 રૂપિયાથી વધુનો પાણીવેરો જેનો બાકી છે તેના માટે અલગથી આયોજન કરવું પડશે તેવી જરૂરીયાત ઊભી થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.