ચોથી લહેરને પગલે રાજકોટીયન્સ સાવચેત:મેડિકલ સ્ટોરમાં માસ્ક અને દવાઓના વેચાણમાં 25 ટકાનો વધારો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દવાઓના વેચાણમાં વધારો નોંધાયો - Divya Bhaskar
દવાઓના વેચાણમાં વધારો નોંધાયો

વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. કોરોનાની સંભવિત ચોથી લહેરને લઈને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જેને લઇને માસ્ક, સેનેટાઈઝર, દવાઓના વેચાણમાં વધારો નોંધાયો છે. રાજકોટ શહેરના મેડિકલ સ્ટોરમાં સંભવિત ચોથી લહેરને લઈને કોરોના વાયરસ સામે લડવા સૌથી વધુ અસરકારક માસ્ક અને સેનેટાઈઝરની ડિમાન્ડમાં 20થી 25 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આ વાયરસમાં પ્રાથમિક સારવાર અને ફ્લૂ માટે ઉપયોગી દવાઓમાં પણ 15થી 20 ટકા જેટલો વધારો નોંધાયો છે.

માસ્કના વેચાણમાં 20 થી 25 ટકાનો વધારો
આ અંગે કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ અનિમેષ દેસાઈએ મીડિયાને જણાવ્યું હતું કે, છેલ્લા એક વિકથી કોરોનાની સંભવિત ચોથી લહેર દેખાઈ રહી છે તેને ધ્યાનમાં રાખી સરકાર તરફથી ગાઈડલાઈન આપવામાં આવી છે. સાથે સાથે માસ્કને લઈને લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે જેમાં દિવસેને દિવસે માસ્કના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે.હાલમાં માસ્કના વેચાણમાં 20 થી 25 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે તો સાથે નોર્મલ મેડિકલ કફ અને ફલૂ માટે ઉપયોગી થતી હોય તેમાં પણ 15 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે.

કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ અનિમેષ દેસાઈ
કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ અનિમેષ દેસાઈ

લોકો જાગૃત બન્યા છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તમામ મેડિકલ સ્ટોરમાં પણ હાલ દવા, માસ્ક અને સેનેટાઈઝરનો જથ્થો પૂરતા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. સંભવિત કોરોનાની ચોથી લહેરને લઈને લોકો જાગૃત બન્યા છે અને સાવચેતીના ભાગરૂપે લોકો દ્વારા માસ્ક, સેનેટાઈઝર અને દવાઓનો ઉપયોગ વધારવામાં આવ્યો છે.

મેડિકલ સ્ટોરમાં પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ
મેડિકલ સ્ટોરમાં પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ

કોવિશિલ્ડનો સ્ટોક ખલાસ
રાજકોટમાં રસી અંગે લોકોની નિરસતા અને રસીના ખાલી સ્ટોકથી આરોગ્ય તંત્ર મુશકેલીમાં મુકાય ગયું છે. શહેરના આરોગ્ય કેન્દ્રોમાં કોવિશિલ્ડ રસીનો જથ્થો ઉપલબ્ધ નહિ નથી જયારે અડધા રાજકોટને કોવિશિલ્ડના બે ડોઝ અપાય છે. જયારે જે નાગરિકોએ કોવેક્સીન લીધી છે તે લોકો પણ ત્રીજો ડોઝ લેવા નથી આવી રહ્યા છે.

દિવસેને દિવસે માસ્કના વેચાણમાં વધારો
દિવસેને દિવસે માસ્કના વેચાણમાં વધારો

કોરોના આવે ત્યારે જ લોકો રસી લેવા આવે છે
આ અંગે RMCના મેડિકલ ઓફિસરે મીડિયાને જણાવ્યું હતું કે, હાલ કોવેક્સીન નો પૂરતો જથ્થો:મેડિકલ ઓફિસર તો બીજી તરફ લોકોમાં પણ પ્રિકોશન ડોઝને લઈને નિરસતા જોવા મળે છે. કોવેક્સીન છે છતાં કોઈને બુસ્ટર ડોઝ નથી લેવો નથી જતું.લોકો જ્યારે કોરોનાની લહેર આવે છે ત્યારે જ રસી લેવા આવે છે. RMC દ્વારા કોવેક્સીનના પ્રિકોશન ડોઝને લઈને લોકોને ફોન કરાઇ રહ્યા છેજ્યારે તેમાંથી 10% જ લોકો રસી લેવા આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...