તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાશક્તિ:2018માં 25%એ શારીરિક કસોટી પાસ કરી હતી, કોરોનાકાળ છતાં 2021માં 53%નું ગ્રાઉન્ડ ક્લિયર

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ ઈન્સ્પેક્ટરની ફિઝિકલ ટેસ્ટમાં અડધાથી વધુ યુવતીઓએ પાસ થઈને ઈતિહાસ સર્જ્યો

જીપીએસસીએ કોરોનાના કેસ હળવા થતા પરીક્ષા કાર્યક્રમો ફરીથી શરૂ કર્યા છે અને તે પૈકી પોલીસ ઈન્સ્પેક્ટરની ફિઝિકલ ટેસ્ટ 14થી 18 તારીખ દરમિયાન રાખી છે. આ ટેસ્ટમાં મહિલાઓની કસોટી પૂરી થઈ છે અને હવે પુરુષોની લેવાશે. જોકે મહિલાઓએ આ વખતે સફળતાના નવા આયામો સર કર્યા છે. કોરોનાને કારણે જાહેર બગીચાઓ, મેદાનો અને ટ્રેક બંધ હતા. વહેલી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેતો હતો તેનાથી વહેલા નીકળી શકાય નહીં. મહામારીનો પણ ડર હતો કારણ કે, બહાર નીકળીને ચેપ લાગ તો સ્વાસ્થ્ય સુધરવાને બદલે વધુ બગડે.

આ બધી સમસ્યાઓ શારીરિક કસોટીની તૈયારી કરનારાઓને ખૂબ જ સતાવતી હતી. પણ મહિલાઓએ જાણે બધી જ સમસ્યાઓને બાજુમાં રાખીને એક જ ધ્યાને તૈયારી કરી હોય તેવું સામે આવ્યું છે. કારણ કે, ફિઝિકલ ટેસ્ટ માટે આવેલા 162 મહિલા ઉમેદવારમાંથી 86 એટલે કે 53 ટકા ઉત્તીર્ણ થઈ મેઈન્સ માટે પસંદ થઈ છે. 2018માં લેવાયેલી પી.આઈ.ની ભરતી પરીક્ષામાં 25 ટકા, 2019માં 43 ટકા મહિલા ઉમેદવારોએ ગ્રાઉન્ડ ક્લિયર કર્યા જે બતાવે છે કે માત્ર 3 જ વર્ષમાં સંખ્યા બમણી થઈ ગઈ છે.

યુવતીઓનું પ્રમાણ વધ્યું, યુવાનોથી પણ આવી જ આશા
‘યુવાનો વધુને વધુ ફિટ બની રહ્યા છે. આ મહેનત PIની ભરતી માટેની ફિઝિકલ ટેસ્ટના પહેલા જ દિવસે દેખાઈ છે. જેમાં 53 ટકા યુવતીઓ (162માંથી 86) ક્વોલિફાઈ થઈ છે. 2019માં આ પ્રમાણ 43 અને 2018માં 25 ટકા જ હતું. યુવાનો પણ આવું જ સારું પ્રદર્શન કરી શકે તેવી આશા’> દિનેશ દાસા, ચેરમેન, જીપીએસસી

અન્ય સમાચારો પણ છે...