રાજકોટ:25 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, ઘરમાં કામ કરતી મહિલાએ બેંગ્લોરથી પ્રોફેશનલ ચોર બોલાવી અંજામ આપ્યો'તો

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે આરોપીની બેંગ્લોરથી ધરપકડ કરી - Divya Bhaskar
પોલીસે આરોપીની બેંગ્લોરથી ધરપકડ કરી
  • પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી નેપાળી દંપતીને શોધવા તપાસ હાથ ધરી

રાજકોટના મવડીમાં રહેતા અને જમીન-મકાનના ધંધાર્થી જીતુભાઈ સોરઠીયા ગત માર્ચ મહિનામાં ઘર બંધ કરીને પરિવાર સાથે ભેંસાણ ગયા હતા. તે દરમિયાન તેમના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 25 લાખની ચોરી થઈ હતી. જેથી સમગ્ર મામલે ધંધાર્થી જીતુભાઈ સોરઠીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલીને આરોપી સૂર્ય પ્રસાદ તીમીલસેનાની બેંગ્લોરથી ધરપકડ કરી છે.  ઘરમાં  કામ કરતી નેપાળી મહિલાએ બેંગ્લોરથી પ્રોફેશનલ ચોરને બોલાવી ચોરીને અંજામ આપ્યો હતો.

પોલીસે નેપાળી દંપતીની શોધખોળ હાથ ધરી

પરિવારના સભ્યોને ઘરમાં કામ કરવા આવતી નેપાળી મહિલા પર શંકા હતી. જેથી પોલીસે શંકાના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સોસાયટીમાં ઘરકામ કરતી મહિલાએ અને નેપાળી પગીએ મળીને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. આ દંપતીએ બેંગ્લોરથી પ્રોફેશનલ ચોરને બોલાવીને સમગ્ર ઘટનને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે બેંગ્લોરથી આરોપી શખ્સ સૂર્યપ્રસાદને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ 3.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે સુત્રધાર નેપાળી દંપતિની શોધખોળ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...