પ્રિ-મોન્સૂન પ્લાનિંગ:5 વર્ષની ગેરંટીવાળો 25 કિ.મી. રોડ બને તેટલો રિપેરિંગમાં ખર્ચ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં ચોમાસાના પહેલા જ વરસાદમાં પ્રિ-મોન્સૂન પ્લાનિંગ ધોવાઈ જાય છે. કારણ કે રોડના કામ જ કોન્ટ્રાક્ટર્સ અને મનપાના અધિકારી- પદાધિકારીઓની ભેળસેળથી નબળા થાય છે. આમ તો શહેરમાં હજારો ખાડા પડતા હશે પણ મનપાના ચોપડે ગત વર્ષે 3000થી વધુ ખાડા બે વખત બુરાયા હતા અને તેનો ખર્ચ 10.80 કરોડ આવ્યો હતો.

પણ કોઠારિયા ચોકડીની આ તસવીર સ્પષ્ટ કરે છે કે ખાડા બુરવાના નામે માત્ર મળતિયાઓના પેટ જ ભરાયા છે. ખાડા બુરવાના નામે કરોડો રૂપિયાનો ખર્ચ પ્રજાની કેડે આવે છે છતાં ખાડા ન બુરાતા ત્યાં પસાર થતી એ જ પ્રજાની કમરમાં દુ:ખી જાય છે. મનપા નવો રોડ બનાવવા માટે જે ખર્ચ કરે છે તેની સરખામણી કરીએ તો આ ખર્ચમાં 25 કિ.મી. લાંબો અને 9 મીટર પહોળો રોડ બની શકે જેમાં પાંચ વર્ષની ગેરંટી મળે એટલે રિપેરિંગ પણ એજન્સીએ કરવાનું થાય.

મનપાએ બે વર્ષમાં રસ્તા રિપેર કરવા ઝોન મુજબ કરેલો ખર્ચ
સેન્ટ્રલ ઝોન
વોર્ડખર્ચ(2019-20)ખર્ચ(2020-21)
227.5941.28
3117.21130.11
7117.173.46
1364.666.28
1730.3625.59
ઈસ્ટ ઝોન
495.53109.99
560.3741.21
642.188.9
154948
1614.8819.89
18339.36153.32
વેસ્ટ ઝોન
123.5827.02
844.3542.93
978.747..86
1061.6864.06
1139.2744.72
1249.643.03
અન્ય સમાચારો પણ છે...