તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂર્હુત:સંપૂર્ણ અધિકમાસમાં 25 દિવસ ખરીદી માટે શુભ છે, 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી રહેશે અધિકમાસ

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
10 ઓક્ટોબરે રવિ પુષ્ય અને 11 ઓક્ટોબરે સોમ પુષ્ય નક્ષત્ર રહેશે - Divya Bhaskar
10 ઓક્ટોબરે રવિ પુષ્ય અને 11 ઓક્ટોબરે સોમ પુષ્ય નક્ષત્ર રહેશે
  • હાલના દિવસોમાં ભગવાનની ભક્તિ-અનુષ્ઠાનનું પૂર્ણ ફળ તો મળશે જ સાથે ખરીદી વગેરે માટે દિવસ શુભ રહેશે

18 સપ્ટેમ્બરથી અધિક માસ શરૂ થઈ રહ્યો છે. અધિક માસ વિશે શાસ્ત્રો જણાવે છે કે અધિકસ્ય અધિક ફલમ અર્થાત અધિક માસમાં શુભ કર્મોના ફળ પણ વધુ મળે છે. માંગલિક(લગ્ન, ગૃહ પ્રવેશ વગેરે) કાર્યો ઉપરાંત કોઈપણ અન્ય કામ માટે અધિક માસમાં મનાઈ નથી. આખા મહિનામાં 25 દિવસ ખરીદી માટે શુભ છે. તેમાંથી 15 દિવસ તો ઘણાં મહત્ત્વપૂર્ણ છે. અધિક માસમાં સંપત્તિમાં પણ રોકાણ કરી શકાય છે. જ્યોતિર્વિદ આર.એલ.ત્રિવેદી કહે છે કે 21, 30 સપ્ટેમ્બર, 1,5 અને 16 ઓક્ટોબરને છોડી બાકીના તમામ દિવસ શુભ રહેશે. હાલના દિવસોમાં ભગવાનની ભક્તિ અને ધાર્મિક અનુષ્ઠાનનુ પૂર્ણ ફળ તો મળશે જ સાથે જ ખરીદી વગેરે માટે પણ દિવસ શુભ રહેશે.

જ્યોતિષાચાર્ય ડૉ. અજય ભાંબી અનુસાર કોઈપણ પ્રકારની ખરીદી માટે કોઈ મનાઈ નથી. અધિક માસમાં બધુ ખરીદી શકાય છે. ફક્ત સ્થાયી સંપત્તિ ખરીદતી કે બુક કરતી વખતે દસ્તાવેજી કાર્યવાહી અને કાયદાકીય બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. જ્વેલરી, વાહનથી લઈને કપડાં વગેરે પણ ખરીદી શકાય છે.

અધિકમાસમાં જ્વેલરી, વાહનથી લઈને કપડાં વગેરેની ખરીદી કરી શકાય છે
વાહન ખરીદીના મુહૂર્તઃ સપ્ટેમ્બરમાં 19, 20, 27, 28, 29 તારીખ, ઓક્ટોબરમાં 4, 10 અને 11 તારીખે વાહન ખરીદી શકાય છે અથવા બુકિંગ કરાવી શકાય છે.
જ્વેલરીની ખરીદીના મુહૂર્તઃ સપ્ટેમ્બરમાં 18, 19, 22 અને 26 તારીખ, ઓક્ટોબરમાં 2, 3, 7, 8 અને 15 તારીખે જ્વેલરી ખરીદી શકાય છે.
નવા કપડાં વગેરે ખરીદવાના મુહૂર્તઃ સપ્ટેમ્બરમાં 18, 22 અને 26 તારીખ, ઓક્ટોબરમાં 2, 7, 8 અને 15 તારીખે નવા કપડાં-શ્રૃંગારની વસ્તુઓ ખરીદી શકાય છે.
સગાઈ વગેરે માટે શુભ મુહૂર્તઃ સપ્ટેમ્બરમાં 18, 26 તારીખ અને ઓક્ટોબરમાં 7, 15 તારીખે સગાઈ વગેરે કરી શકાય છે.
મોટા વ્યાપારિક સોદા માટે શુભ મુહૂર્તઃ 19 અને 27 સપ્ટેમ્બરે દ્વિપુષ્કર યોગના કારણે મોટા વ્યાપારિક સોદા માટે દિવસ લાભપ્રદ રહેશે. તે ઉપરાંત 21 સપ્ટેમ્બર અને 6 ઓક્ટોબરે પણ નવા વ્યાપારિક સોદા માટે દિવસ શુભ રહેશે.
ઈલેક્ટ્રોનિક સામાન અને મશીનરી વગેરે માટે શુભ મુહૂર્તઃ સપ્ટેમ્બરમાં 19, 20, 27, 28, 29 તારીખ, ઓક્ટોબરમાં 4, 10 અને 11 તારીખે વાહન ખરીદી શકાય છે કાં બુકિંગ કરાવી શકાય છે.
યજ્ઞ, હવન વગેરે માટે શુભ દિવસઃ 26 સપ્ટેમ્બર તથા 1, 4, 6, 7, 9, 11, 17 ઓક્ટોબરે યજ્ઞ, હવન, જાપ, અનુષ્ઠાન વગેરે કરાવી શકાય છે.

આ પણ અધિક માસના શુભ દિવસો
સર્વાર્થસિદ્ધિ યોગઃ આ દરેક કામમાં સફળતા આપનારું હોય છે. 26 સપ્ટેમ્બર તથા 1, 4, 6, 7, 11, 17 ઓક્ટોબર 2020ના રોજ આ યોગ રહેશે.
દ્વિપુષ્કર યોગઃ આ યોગમાં કરાયેલા કોઇ પણ કામનું બમણું ફળ મળે છે. 19 તથા 27 સપ્ટેમ્બરે દ્વિપુષ્કર યોગ રહેશે.
અમૃતસિદ્ધિ યોગઃ આ યોગમાં કરાયેલા કામોનું શુભ ફળ લાંબાગાળાનું હોય છે. 2 ઓક્ટોબર 2020ના રોજ અમૃત સિદ્ધિ યોગ રહેશે.
પુષ્ય નક્ષત્રઃ અધિક માસમાં બે દિવસ પુષ્ય નક્ષત્ર પણ આવશે. 10 ઓક્ટોબરે રવિ પુષ્ય અને 11 ઓક્ટોબરે સોમ પુષ્ય નક્ષત્ર રહેશે. આ એવી તારીખો રહેશે જ્યારે કોઈપણ જરૂરી શુભ કામ કરી શકાય છે.
આ માસ દરમિયાન હિન્દુ ધર્મના વિશિષ્ટ વ્યક્તિગત સંસ્કાર જેમ કે નામકરણ, યજ્ઞોપવીત, લગ્ન અને સામાન્ય ધાર્મિક સંસ્કાર જેમ કે ગૃહ પ્રવેશ કરાતા નથી.

અન્ય સમાચારો પણ છે...