કોરોના રાજકોટ LIVE:શહેરમાં 9 દિવસમાં 32 કેસ દાખલ, આજે નવા 9 કેસ નોંધાયા,એરપોર્ટ અને બસપોર્ટ પર ટેસ્ટિંગ શરુ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • નવા કેસમાં તાવને બદલે શરીરમાં નબળાઈ અને ગળામાં દુખાવાની ફરિયાદ વધુ

રાજકોટ શહેરમાં આજે નવા 9 કેસ દાખલ થયા છે.જેથી છેલ્લા 9 દિવસમાં કુલ 32 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. દિવસેને દિવસે કોરોનાના કેસ વધતા દૈનિક ટેસ્ટનો ટાર્ગેટ 900થી વધારીને 1500 કરવા સૂચના અપાઈ છે. સૌથી વધુ સાધુવાસવાણી રોડ પર સંક્રમણ જોવા મળ્યું છે. આ વિસ્તારમાં 4 કેસ નોંધાયા છે. આજથી મનપા દ્વારા એરપોર્ટ અને બસપોર્ટ પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

શ્રોફ રોડ, ગાંધીગ્રામની બે યુવતી અને જલારામ સોસાયટીના વૃદ્ધા કોરોનાગ્રસ્ત
રાજકોટ શહેરમાં કોરોનાના વધુ 3 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જોકે અન્ય રાજ્ય કે વિદેશના કોઇ નથી, લોકલ ચેપ હોય તેની શક્યતા વધારે છે. મનપાની આરોગ્ય શાખાના
જણાવ્યા અનુસાર શહેરના શ્રોફ રોડ પર રહેતી 30 વર્ષીય યુવતી, ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી 38 વર્ષીય મહિલા તેમજ જલારામ સોસાયટીમાં રહેતા 65 વર્ષના વૃદ્ધાનો સમાવેશ થાય છે.
આ ત્રણેયની ગુજરાત બહારની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જોકે એક કેસમાં જામનગરથી આવ્યા હોવાનું જણાવ્યું છે. આ સાથે રાજકોટ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 24 થઈ
ગઈ છે.

શરીરમાં નબળાઈ અને ગળામાં દુખાવાની સમસ્યા વધુ
હાલ જે નવા કેસ આવી રહ્યા છે તેમાં તાવને બદલે શરીરમાં નબળાઈ અને ગળામાં દુખાવાની સમસ્યા વધુ રહે છે આ કારણે જીનોમ સિક્વન્સિંગ માટે કેટલાક સેમ્પલ મોકલવા માટે નિર્ણય
કરાયો હતો. એક તરફ શાળાઓના વેકેશન ખુલ્યા છે તેમજ જન્માષ્ટમીનો મેળો યોજવા માટે નક્કી થયું છે તેવામાં ફરી કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્રએ લોકોને તકેદારી રાખવા માટે
જણાવ્યું છે. જો કોઈ વ્યક્તિને તાવ આવતો હોય કે નબળાઈ લાગતી હોય અને દવા લેતા પણ સારું થતું ન હોય તો કોરોના ટેસ્ટ કરાવી લેવા. જેથી કેસની સંખ્યા વધતી અટકાવી શકાય.

શહેરમાં કુલ કેસની સંખ્યા 63734 થઈ
રેલવે સ્ટેશન પરથી આવતા યાત્રિકો પૈકી કોઈમાં લક્ષણો દેખાય અને તાત્કાલિક ટેસ્ટ કરાવવા હોય તે માટે મનપાની આરોગ્ય શાખાની ટીમ રેલવે સ્ટેશન પર મુકાઈ છે, જે લોકોને ટેસ્ટ
કરાવવા હોય તે કરાવી શકશે. શહેરમાં ટેસ્ટિંગ બૂથ જરૂર પડ્યે મુકાશે તેવું મનપાએ જણાવ્યું છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 63734 પર પહોંચી છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 24 થઈ છે.

અન્ય સમાચારો પણ છે...