તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલાયો:રાજકોટની સોની બજારમાં લોકડાઉનનો ફાયદો ઉઠાવી જવેલર્સમાંથી 2.47 લાખના સોનાની ચોરી, CCTV ફૂટેજના આધારે 3 આરોપીની ધરપકડ

રાજકોટ3 મહિનો પહેલા
શુઘ્ધ કાચુ 24 કેરેટ 50 ગ્રામ જેટલુ સોનુ ચોરી ફરાર થયા હતા
  • 2 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
  • 4 લૂંટારુને હરિયાણાથી ઝડપી લીધા બાદ 1 ટીમને ત્યાં જ રાખી’ને સૂત્રધારની શોધખોળ ચાલુ રાખી હતી
  • લૂંટના મુખ્ય સૂત્રધારે લૂંટ કરેલા સોનાના દાગીના સાગરીતને વેચવા માટે આપ્યા હતા

કોરોનાની મહામારીને કારણે શહેરમાં લગાડાયેલા લોકડાઉનથી તમામ દુકાનો લાંબા સમયથી બંધ રહી છે. જેનો ભરપૂર લાભ તસ્કરો ઉઠાવી રહ્યાં છે. ત્યારે સોનીબજાર, બોઘાણી શેરીમાં આવેલી એમડી ગોલ્ડ નામની જ્વેલર્સની દુકાનમાં 7 દિવસ પહેલા રૂ.2 લાખની કિંમતના સોનાના ઘરેણાં તેમજ કાચા સોનાની ચોરી થઇ હતી. જે બનાવ અંગે રેલનગરમાં રહેતા સોની વેપારી જિગ્નેશભાઇ સુરેશભાઇ આડેસરાએ એ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી.

પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાન સોનીબજાર માંડવી ચોક પાસે ત્રણ શંકાસ્પદ શખ્સ ઊભા હોવાની માહિતી મળતા તુરંત પોલીસ ટીમ ત્યાં દોડી જઇ ત્રણને પકડી પાડ્યા હતા. પૂછપરછ કરતા ત્રણેય ભગવતીપરામાં રહેતા રોહિત ભરત એદરિયા, અજય ઉર્ફે કાનબટિયો વિનોદ બરાસરિયા અને દિનેશ બાબુ વાહનેકિયા હોવાનું જણાવ્યું હતું.

આકરી પૂછપરછમાં ત્રણેયે વટાણા વેરી એમડી ગોલ્ડ નામની દુકાનમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે ત્રણેયને સાથે રાખી ભગવતીપરામાં લઇ જઇ જમીનમાં દાટેલો ચોરાઉ મુદ્દામાલ કબજે કર્યો છે. જે વધુ ચોરીમાં સંડોવાયા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે પૂછપરછ હાથ ધરી વધુ તપાસ કરી છે.

પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે
રાજકોટ શહેરની સોની બજારમાં ગત તારીખ 4 મેં ના રોજ વધુ એક વાર સોનાની તસ્કરીની ઘટના સામે આવી હતી. ઘરેણા બનાવતા એક યુનિટમાં તસ્કરો ત્રાટકયા હતા અને 2.47 લાખની કિંમતનું શુઘ્ધ 24 કેરેટ 50 ગ્રામ સોનુ તસ્કરો ચોરી કરી ગયા હતા. જેમાં CCTV ફુટેજના આધારે તપાસ કરી પોલીસ રોહિત એદરિયા , અજય ઉર્ફે કાનબટીયો બરાસિયા અને દિનેશ વાહનેકીયા નામના 3 આરોપીની ધરપકડ કરી છે.

2 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
2 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

2 શખ્સો દિવાલ કુદી મકાનમાં આવ્યા હતા
રાજકોટની સોની બજારમાં બોઘાણી શેરીમાં આવેલી પેટા ગલીમાં હનુમાનજીના મંદિર પાસેના એક મકાનમાં એમ.ડી.ગોલ્ડ નામનું સોનાના ઘરેણાનું યુનિટ આવેલું છે. જેમાં ગત તારીખ 4 મેં ના રોજ રાત્રીના 1.56 વાગ્યા આસપાસ ત્રણ તસ્કરો આવ્યા હતા. જેમાંથી 2 શખ્સો દિવાલ કુદી મકાનમાં આવ્યા હતા અને ત્યાં કાઉન્ટર વગેરે શુઘ્ધ કાચુ 24 કેરેટ 50 ગ્રામ જેટલુ સોનુ ચોરી ફરાર થયા હતા. આ ઘટનાની જાણ એમ.ડી.ગોલ્ડના માલિક જીજ્ઞેશભાઇ આડેસરાને બીજા દિવસે થતા તુરંત તેઓ CCTV ફૂટેજ લઇ એ-ડીવીઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી.
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી.