લોકડાઉન:રાજકોટમાં મનપાના હોલ અને ઓડિટોરીયમના 246 બુકિંગ રદ, અરજદારોને 33 લાખનું રિફંડ આપ્યું

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 20 માર્ચથી 4 મે સુધી 17 કોમ્યુનિટી હોલ, 3 ઓડિટોરીયમના તમામ બુકિંગ રદ કરવામાં આવ્યા

લોકડાઉનને કારણે રાજકોટ કોર્પોરેશન હોલ તથા ઓડિટોરીયમના બુંકિંગ રદ કરવામાં આવ્યા છે. આથી 246 પ્રસંગો રઝળ્યા છે. મનપાએ 33 લાખનું રિફંડ પરત આપ્યું છે. 20 માર્ચથી 4 મે સુધી 17 કોમ્યુનિટી હોલ, 3 ઓડિટોરીયમના તમામ બુકિંગ રદ કરવામાં આવ્યા છે. અરજદારોને ભાડુ અને ડિપોઝીટની રકમ પરત આપી દેવામાં આવી છે.લોકડાઉનમાં મેરેજ સર્ટિફિકેટ પણ નહીં મળે.

215 લોકોએ કોમ્યુનિટી હોલ બુક કરાવ્યા હતા

મેયર બિનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું છે કે, હાલમાં કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. જેના કારણે દેશ આખામાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉન પહેલા રાજકોટ શહેરના લોકોએ લગ્ન, ધાર્મિક પ્રસંગો માટે તેમજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યકમો માટે કોમ્યુનિટી હોલ, આર્ટગેલેરી અને ઓડિટોરીયમ બુક કરાવ્યા હતા. પરંતુ 22 માર્ચથી 3 મે સુધી દેશમાં લોકડાઉન હોય પ્રસંગો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે યોજી શકાય નહી. જેથી શહેરના જે લોકોએ કોમ્યુનિટી હોલ, ઓડીટોરીયમ વગેરે બુકિંગ કરાવ્યું છે તે કેન્સલ કરી ભરેલા ભાડાની તથા ડિપોઝીટ સહીતની રકમ રિફંડ આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં 17 કોમ્યુનિટી હોલ આવેલા છે, અને જેમાં 22 યુનિટ છે. તેમજ કુલ 3 ઓડિટોરીયમ આવેલા છે અને રેસકોર્ષ ખાતે આર્ટગેલેરી આવેલી છે.  લોકડાઉન દરમિયાન કોમ્યુનિટી હોલ માટે 215 લોકોએ બુક કરાવેલ અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે 31 લોકોએ ઓડીટોરીયમ બુક કરાવેલા હતા. 

-કેન્સલ કરવામાં આવેલા કુલ બુકિંગ-246 -રીફંડ કરવામાં આવેલી ભાડાની રકમ- રૂ.14,45,000  -રીફંડ કરવામાં આવેલી ડિપોઝીટની રકમ- રૂ.18,55,000 -કુલ રીફંડ કરવામાં આવેલી રકમ- રૂ.33,00,000

અન્ય સમાચારો પણ છે...