રાજકોટ શહેરમાં દોડતી બીઆરટીએસ અને સિટી બસમાં નિયમિત પણે ગેરરીતિ આચરતા કંડકટરને સજા કરવામાં આવે છે છતાં કંડકટરો જાણે સુધરવાનું નામ જ લેતા હોય તેમ ટિકિટના રૂપિયામાં ગફલો કરી કટકી કરતા 24 કંડકટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જયારે 3ને ફરજમુક્ત કરવામાં આવ્યા છે.
અલ્ટ્રામોડેન એજન્સીને રુ.58,100ની પેનલ્ટી કરાઈ
રાજકોટ રાજપથ કંપનીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા.27-02થી 05-03 સુધીમાં 1,20,536 કિ.મી. ચાલેલી સિટી બસમાં 2.11 લાખ મુસાફરો ફર્યા હતા. આ બસ સેવામાં જુદી-જુદી ક્ષતિ બદલ 8,500 કિ.મી. લેખે બસ ઓપરેટર મારુતિ ટ્રાવેલ્સને 2.97 લાખનો દંડ કરવામાં આવ્યો છે તો ફેર કલેકશન કરતી અલ્ટ્રામોડેન એજન્સીને રુ.58,100ની પેનલ્ટી કરાઈ છે.
ટીકીટ વગર 32 મુસાફર ઝડપાયા
સિટી બસ સેવામાં ટીકીટ વગર 32 મુસાફરો પકડાયા છે. જેથી તેની પાસેથી રૂા.3520નો દંડ લેવામાં આવ્યો હતો. 150 ફુટ રોડના બીઆરટીએસ રૂટ પર 18 ઇલે.બસ પણ અઠવાડિયામાં 58 હજાર કિ.મી. ચાલી હતી અને 1.77 લાખ મુસાફરોએ તેનો લાભ લીધો હતો. આમ સિટી બસ કરતા માત્ર માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડીના 10.7 કિ.મી.ના રૂટ પર દોડતી બસના મુસાફરોની સંખ્યા વધુ નોંધાઇ છે. તેમાં કામ કરતી રાજ સિકયુરીટી સર્વિસને પણ રૂા.3700ની પેનલ્ટી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.