ભાસ્કર વિશેષ:યુનિવર્સિટીમાં 31મીએ 75 કવિનું 24 કલાક નોનસ્ટોપ કાવ્ય પઠન, ગુજરાતમાં પ્રથમ વખત આયોજન

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આઝાદીના 75મા વર્ષ નિમિત્તે આયોજન, મોરારિબાપુ આવશે

દેશભરમાં આઝાદીના 75 વર્ષની અમૃત મહોત્સવ તરીકે ઉજવણી થઇ રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં ક્યારેય ન યોજાયો હોય એવા કાર્યક્રમનું આયોજન કર્યું છે. તેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 75 કવિનો સળંગ 24 કલાક અખંડ કાવ્ય મહાકુંભ યોજવામાં આવ્યો છે. 31મી જુલાઇએ સાંજે 7.5 કલાકથી 1લી ઓગસ્ટ સાંજે 7.5 સુધી અવિરત 24 કલાક સુધી એક પણ બ્રેક લીધા વગર કવિઓ રચના રજૂ કરશે.

આ કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુલાબદાસ બ્રોકર ચેર, ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અખંડ કાવ્ય મહાકુંભનું આયોજન તા.31મી જુલાઇને રવિવારે સાંજે 7.5 કલાકથી તા.1 ઓગસ્ટને સોમવારે સાંજે 7.5 સુધી નિરંતર ચોવીસ કલાક કાવ્યપાઠ-ગાન-અનુષ્ઠાન આર્ટ ગેલેરી, આંકડાશાસ્ત્ર ભવન સભાગૃહ, મુખ્ય ગ્રંથાલય સામે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાશે.

આ અખંડ કાવ્ય મહાકુંભ રામકથાના અનંત ગાયક મોરારિબાપુના સાંનિધ્યમાં યોજાશે. આઝાદીનું 75મું વર્ષ હોવાથી આયોજન પણ એને ધ્યાને રાખીને 75 કવિઓ અને કાર્યક્રમની શરૂઆત પણ 31મી જુલાઈના સાંજે 7.5 કલાકે કરવામાં આવશે. જેથી 75નો સંયોગ જળવાઈ રહે. અખંડ કાવ્ય મહાકુંભમાં 75 કવિ-કવયિત્રીઓ તથા રંગમંચના કલાકારો, સ્વરકારો દ્વારા અવિરત ચોવીસ કલાક સુધી કાવ્યપાઠ-ગાન-વાચિકમના અનુષ્ઠાન થકી મા ભારતી-મા સરસ્વતીના શ્રી ચરણોમાં કાવ્યવંદના પ્રસ્તુત થશે.

સળંગ 24 કલાક ચાલનાર આ કાવ્ય મહાકુંભમાં કોઈ પણ બ્રેક વગર કલાકે કલાકે કવિઓ બદલાશે સાથે સામે બેઠેલી ઓડિયન્સ પણ બદલાશે.કાવ્ય મહાકુંભમાં ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ, નિરંજન રાજ્યગુરુ, સંજુ વાળા, કૃષ્ણ દવે, મિલિંદ ગઢવી, હરદ્વાર ગોસ્વામી, ઉષા ઉપાધ્યાય, રક્ષા શુક્લ, કિંજલ જોષી સહિતના 75 કવિ રંગ જમાવશે.

અન્ય સમાચારો પણ છે...