સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થતા આગામી 22થી 26 ડિસેમ્બર સુધી અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે ગઈકાલે શનિવારે અમૃત સાગર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમજ બુધવારે સર્વજ્ઞાતીય સમૂહલગ્ન યોજાશે. જેમાં 51 યુગલ લગ્નગ્રંથિથી જોડાશે. આ અમૃત સાગર પ્રદર્શન આજથી 26 ડિસેમ્બર સુધી પ્રદર્શન સવારે 10થી રાત્રે 8 સુધી ખુલ્લું રાખવામાં આવશે. નોંધનીય છે કે 22થી 26 ડિસેમ્બર સુધી યોજાનાર અમૃત મહોત્સવ દરમિયાન 23 ડિસેમ્બરના રોજ મહિલા ઉત્કર્ષનો સેમિનાર યોજાશે જેમાંભારતના રાષ્ટ્રપતિ દ્રોપતિ મુર્મુ ઓનલાઈન સંબોધન કરશે.
મુખ્ય મહેમાન તરીકે મોદી સાંબોધન કરશે
આ અમૃત મહોત્સવનાં મુખ્ય મહેમાન તરીકે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ત્રિદંડી ચીન્ના સ્વામીજી, મોહન ભાગવત, યોગગુરૂ રામદેવ મહારાજ, કથાકાર રમેશ ઓઝા અને અન્ય સેમિનારમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી,પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ, ગુગુલ બોય પંડિત કૌટિલ્ય, શિક્ષણ વિદ આનંદ કુમાર સુપર 30, ભારત બાયોટેકના વડા શ્રીકૃષ્ણ એલા, કવિ કુમાર વિશ્વાસ પણ ઓનલાઇન સંબોધન કરશે.
વિવિધ કાર્યક્રમ યોજાશે
મહોત્સવનો સમય તા.22 થી 26 ડિસેમ્બર સવારે 9 થી 12:30 અને સાંજે 3 થી 6.30 અને રાત્રે 8 થી 10:30 રહેશે.જેમાં ગુરુકુળના અમૃત મહોત્સવ નિમિત્તે અલગ- અલગ દિવસે ખેડૂતમંચ, બાલમંચ, શિક્ષકમંચ, વાલીમંચ, સર્વરોગ નિદાન કેમ્પ, ગુરુકુલમૈયા પૂજન, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન, વડીલ મંચ, મહિલા મંચ, ધર્મજીવન એવોર્ડ સમારંભ વગેરે કાર્યક્રમો યોજાનાર છે. મહાઅભિષેક, સત્સંગી જીવન કથા,અન્નકૂટ દર્શન, અખંડ ધૂન,વ્યાખ્યાનમાળા, 75 કુંડી શ્રીધરયાગ, રકતદાન કેમ્પ, શોભાયાત્રા વગેરેનું પણ આયોજન થવા નું છે. સમગ્ર મહોત્સવ 450 વીઘા જગ્યામાં યોજાનાર છે. 15 થી વધુ ખેડૂતોએ મહોત્સવ માટે સેવાભાવથી પોતાના ખેતરો ઊપયોગ માટે આપ્યા છે. સભા મંડપ, ભોજનાલય, પાર્કિંગ, પ્રદર્શન વગેરે નજીક નજીકની જગ્યામાં રાખેલ છે.
બાળકો માટે બાળનગરીનું આયોજન
આ અમૃત સાગર પ્રદર્શન શૈક્ષણિક સંસ્થાના બાળકોને પ્રવેશ વિનામૂલ્યે છે. આ પ્રદર્શનમાં વ્યસન મુક્તિ કેન્દ્ર, ફૂલની ટ્રેન, ગ્લો ગાર્ડન, વિમાની સર્કલ, જ્ઞાન જ્યોતિ, ગૌરીકંદ્રા, સહજાનંદ ચરિત્ર, નીલકંઠ ચરિત્ર, છપૈયા, વંદનાસર્કલ, ગુરુકુળ સ્ટાર, ગુરુદેવ જીવન દર્શન, આદર્શ વિદ્યાર્થી, રામશ્યામ ચરિત્ર, પ્રાકૃતિક ખેતી, સાયન્સ સિટી સહિત અલગ- અલગ વિભાગો હશે. જે આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ સિવાય પ્રદર્શનમાં બાળકો માટે બાળનગરી ગ્લો ગાર્ડન, 360 ડિગ્રી શો, બોક્સ મેપિંગ શો વગેરે વિભાગો પણ રાખવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.