રેસકોર્સમાં બીએપીએસ આયોજિત માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ચતુર્થ દિને સંસ્થાના વક્તા સંત અપૂર્વમુનિ સ્વામીના વ્યાસાસ્થાને ‘હમ ચલે તો હિન્દુસ્તાન ચલે’ અંતર્ગત હું ભારતમાં ખરો પણ ભારતીયતા મારામાં ખરી? વિષયક વક્તવ્યનો લાભ આપી ભારતીય અસ્મિતા અને રાષ્ટ્રપ્રેમ એ જ સાચો દેશભક્તની ભાવના દૃઢાવી હતી. 5 જૂન, રવિવારના રોજ રાત્રે 8:30 થી 11:30 દરમિયાન BAPS સંસ્થાના વરિષ્ઠ સંત ડોક્ટર સ્વામી, સૌરાષ્ટ્રના વડીલ સંતોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો ઉદ્દઘોષ સમારોહ યોજાશે.
તા.6 જૂનને સોમવારે સાંજે 6 થી 9 દરમિયાન વિરાટ મહિલા સંમેલન પણ યોજાશે જેમાં રાજકોટ BAPS ની બાલિકા-યુવતી-મહિલાઓ સંવાદ, નૃત્ય, પ્રવચન અને વીડિયોની રસપ્રદ પ્રસ્તુતિથી સ્ત્રીશક્તિને શિક્ષણ, સંસ્કાર, સેવા, સમર્પણ અને શ્રદ્ધાના સન્માર્ગે પ્રેરશે. માનવ ઉત્કર્ષ મહોત્સવ અંતર્ગત પ્રમુખ રક્તદાન મહાયજ્ઞનું આયોજન ચાલી રહ્યું છે જેમાં અત્યાર સુધી રાજકોટવાસીઓ દ્વારા 2,38,000 સી.સી. રક્તદાન થયું છે સાથે 1350 જેટલા દાતાએ અંગદાનનો પણ સંકલ્પ કર્યો છે જે જરૂરિયાતમંદ માનવોની સહાય માટે તથા અનેક જીવોની જિંદગી બચાવવા માટે મદદરૂપ બની રહેશે. રાજકોટના સર્વે સ્વસ્થ પ્રજાજનો હજુ 2 દિવસ દરમિયાન રોજ સાંજે 7 થી 11 મહોત્સવ સ્થળે રક્તદાન અને અંગદાનના સંકલ્પ કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.