તહેવાર પર એસટી બંધ:રાજકોટના ડ્રાઇવર કંડક્ટર સહિતના 2300 ST કર્મીઓ હડતાલ પર ઉતરશે, થાળી વગાડી, સુત્રોચ્ચાર કરી પડતર પ્રશ્નો અંગે વિરોધ દર્શાવ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • 21 ઓકટોબરે સ્વૈચ્છિક માસ સીએલ પર જશે
  • બે દિવસમાં પ્રશ્નો હલ કરવા સરકારને અલ્ટીમેટમ

હાલ ગુજરાતમાં એસટીનું ખાનગીકરણ તેમજ એસટીમાં ફરજ બજાવતા કર્મીઓની વિવિધ માંગણીઓ અને પ્રશ્નોને લઇને આંદોલન ચાલુ રહ્યું છે. જેની અસર રાજકોટ જિલ્લાના ડેપો પર પણ થઇ છે. રાજકોટના ડ્રાઇવર કંડક્ટર સહિતના 2300 ST કર્મીઓએ માસ સીએલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.આ કાર્યક્રમોનાં ભાગરૂપે રાજકોટ એસ.ટી.વિભાગીય કચેરી ખાતે આજરોજ પણ કર્મચારીઓ અને યુનિયન આગેવાનો દ્વારા પડતર પ્રશ્નો સંબંધે થાળી વગાડી ઉગ્ર સુત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.કરવામાં આવ્યા હતા

બસ પોર્ટ ખાતે થાળી વગાડીને વિરોધ કર્યો
આ અંગે એસટી યુનિયનના જણાવ્યાનુસાર હડતાળ અંગે પહેલેથી જ તંત્રને જાણ કરી દેવામાં આવી હતી. તેઓએ સમય માગતા તેને એક માસનો સમય આપ્યો હતો. હાલમાં પણ માસ સીએલ પર જતા પૂર્વે ગાંધીનગર ખાતે ધ્યાન દોરવામાં આવ્યું છે. જો કોઇ નિરાકરણ નહિ આવે તો આખો સ્ટાફ માસ સીએલ પર ઉતરી જશે. વિરોધના ભાગરૂપે આજે શહેરના બસ પોર્ટ ખાતે થાળી વગાડીને વિરોધ કર્યો હતો.

આ પૂર્વે 14 દિવસનો સમય આપ્યો હતો
ઉલ્લેખનીય છે કે આજ સુધીમાં બે વખત પાછી ઠેલાયેલી એસ.ટી.કર્મચારીઓની હડતાલ હવે આગામી તા.21 ના રોજ નિશ્ચીત બની રહ્યાનું લાગી રહ્યું છે. આ અંગે કર્મચારી યુનિયનનાં હોદેદારોનાં જણાવ્યા મુજબ કર્મચારીઓની માંગણી સંબંધે સરકારને અમોએ અત્યાર સુધીમાં 14 દિવસનો સમય આપ્યો હતો ત્યારે હવે વધુ સમય સંકલન સમિતિ આપવા માંગતી નથી.