તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:સિંગતેલના ડબ્બાના 2300, કપાસિયામાં 30 વધ્યા

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિવાળી પર્વમાં ખાદ્યતેલમાં સતત તેજી રહેતા તેલિયારાજાઓને લાભ થયો છે. શુક્રવારે સીંગતેલ ડબ્બાનો ભાવ રૂ. 2300 થયો હતો. જ્યારે કપાસિયા તેલમાં રૂ. 30નો ભાવ વધારો થયો હતો. સિઝન પૂર્વે તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.સારા ચોમાસાને પગલે મગફળી સહિતના ખરીફ પાકોના મબલખ ઉત્પાદન વચ્ચે કેટલાક વખતથી ખાદ્યતેલોના ભાવ સળગી રહ્યા છે. સીંગતેલ અને કપાસિયા તેલનો ભાવ વધતા સાઈડ તેલ જેમકે પામોલિન, મસ્ટર્ડ જેવા કેટલાક તેલમાં તેજી રહી હતી.ચીન તરફથી મગફળીના બદલે સીંગતેલની ખરીદી થતા આ વખતે ભાવ ઊંચા રહ્યા હોવાનું ઓઈલમિલરો જણાવે છે.

શુક્રવારે સીંગતેલ દસ કિલો લૂઝનો ભાવ 1350 હતો.જેમાં રાબેતા મુજબના કામ કાજ રહ્યા હતા. પરંતુ ડબ્બામાં 20 રૂપિયા વધી જતા નવા ડબ્બાનો ભાવ 2300 થી 2320 થયો હતો. કપાસિયા તેલ વોશનો ભાવ રૂ. 1000 બોલાયો હતો. જે રેકોર્ડબ્રેક હતો. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 30 રૂપિયા વધીને 1770 સુધી પહોંચ્યો હતો. પામોલીન ડબ્બો 1560-1565 તથા મસ્ટર્ડતેલ 1830 થી 1850 થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો