આપઘાત:સગાઇ થયાના 23 દિવસ બાદ યુવતીનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્વૈચ્છિક રાજીનામું આપ્યા બાદ વૃધ્ધનો આપઘાત

કુવાડવા ગામે આંબલીવાળી શેરીમાં રહેતી ધારા રમેશભાઇ ચૌહાણ નામની યુવતીએ મંગળવારે બપોરે તેના ઘરે દોરીથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ.એ.પી.નિમાવત સહિતનો સ્ટાફ દોડી ગયા હતા. પોલીસ તપાસમાં ધારાની સગાઇ હજુ ગત તા.25ના થઇ હતી. ગંજીવાડા-7માં રહેતા હિતેશ બટુકભાઇ જીંજરિયા નામના યુવાને તેના ઘરે દોરીથી ગળાફાંસો ખાઇ લીધો હતો. 108ની ટીમે મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી.

બજરંગવાડી-9-10માં રહેતા હરેશભાઇ મોજીરામભાઇ ટીલાવત નામના વૃધ્ધે તેમના ઘરે દોરીથી ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી. નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામુ આપ્યા બાદ હરેશભાઇ અવારનવાર પોતાને કંટાળો આવતો હોવાની વાત કરતા હતા અને અંતે આ પગલું ભરી લીધું હતું.