હોળી-ધુળેટીને પગલે 108 એક્શન મોડમાં:રાજકોટમાં 42 એમ્બ્યુલન્સમાં 220 આરોગ્યકર્મીઓ તૈનાત, પ્રોગ્રામ મેનેજરે કહ્યું: ધુળેટીમાં અક્સ્માતની શક્યતા વધુ

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

હોળી-ધૂળેટીનાતહેવારો દરમિયાન ઇન્મજન્સીની વધતી સંભાવનાઓને પહોંચી વળવા 108 ઇમરજન્સી સેવાની વધારાની સેવાઓની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.જ્યાં રાજકોટમાં 42 એમ્બ્યુલન્સ હેઠળ 220 આરોગ્યકર્મીઓ તૈનાત રહેશે.

ઇમરજન્સી કેસોમાં વધારો
આ અંગે પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરએ લોકોને સલામત અને સુરક્ષિત હોળી ધુળેટીના પર્વની શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, હોળીનો તહેવાર એટલે રંગ અને ઉલ્લાસનો તહેવાર. આ તહેવાર પણ ક્યારેક અનેક લોકો માટે પીડાદાયક બની જાય છે. ત્યારે રાજકોટ જિલ્લામાં હોળીના દિવસે 7% જેટલો ઇમરજન્સી કેસોમાં વધારો થતો હોય છે. તેમજ ધુળેટીમાં 18% જેટલો વધારો નોંધાય છે.

ધુળેટીમાં અક્સ્માતની શક્યતા વધુ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હોળી અને ધુળેટીમાં ખાસ કરીને અક્સ્માત થવાની ઈમરજન્સી, મારામારી થવાની ઈમરજન્સી, પાણીમાં ડૂબી જવાની ઈમરજન્સી, પડી જવા અને વાગવાની ઈમરજન્સી તે સિવાય બાકીની અન્ય ઈમરજન્સી નોંધાતી હોય છે ત્યારે આવી તમામ ઈમરજન્સીને પહોંચી વળવા માટે 108ની ટીમ કટીબદ્ધ રહી એક્શન મોડમાં કાર્ય કરશે. 108 ઈમરજન્સી સેવાની 42 જેટલી એમ્બ્યુલન્સ તેના 220 જેટલા આરોગ્યકર્મીઓ પોતાના કાર્ય સ્થળ પર રહી લોકોના જીવ બચાવવા માટે તૈયાર અને તૈનાત રહેશે.

આરોગ્યકર્મીઓએ લોકોની સેવા કરી ધુળેટી ઉજવશે
ઉલ્લેખનીય છે કે, લોકો જ્યારે પોતાના સગા સંબંધી અને મિત્રો જોડે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરતા હશે ત્યારે ફરજ ઉપર તૈનાત રહેનાર આરોગ્યકર્મીઓએ પોતાના કાર્ય સ્થળ ઉપર રહીને જ કાર્યરત રહેવાના હોવાથી 108 ઈમરજન્સી સેવાના આરોગ્યકર્મીઓએ તહેવાર પહેલા જ પોતાના કાર્ય સ્થળ પર જ એકબીજાને રંગ લગાવી ધુળેટીનાં પાવન પર્વની ઉજવણી કરી લોકોનો જીવ બચાવવા સંકલ્પ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...