તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું ઓનલાઇન ભણતરનો ભાર?:રાજકોટમાં ઓનલાઇન અભ્યાસ કરતી નર્સિંગની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, મમ્મી સાથે છેલ્લી વાતમાં કહ્યું- હું એક મહિનાની રજા રાખી ઘરે આવું છું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટના જ્યુબિલી પાસે મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના રૂમમાં નર્સિંગની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
રાજકોટના જ્યુબિલી પાસે મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના રૂમમાં નર્સિંગની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.(ફાઈલ તસવીર)
  • બે ભાઈની એક જ બહેન અને માતા-પિતાની લાડકવાયી પુત્રીએ નાનપણથી જ બહાર ભણવાની આદત કેળવી હતી
  • ચાર માસથી સુજાતાને રાજકોટ સિવિલ કોવિડ સેન્ટરમાં સ્ટુડન્ટ નર્સ તરીકે ફરજ આપવામાં આવી હતી

જોડિયાના લખતર ગામે રહેતી અને રાજકોટની એચ.એન. શુક્લા નર્સિંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં ભણતી સુજાતા ચૌહાણ નામની વિદ્યાર્થિનીએ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના 8મા માળે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. સુજાતાએ તેની મમ્મી સાથે છેલ્લી વાત કરી હતી કે મમ્મી, હું એક મહિનાની રજા રાખી ઘરે આવી રહી છું, પરંતુ ઘરે જાય એ પહેલાં જ જિંદગી સાથે છેડો ફાડી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. માતા તો દીકરીની આવવાની રાહ જોતી હતી, પરંતુ કરુણતા એવી આવી કે દીકરીનો મૃતદેહ જોવા મળ્યો હતો. રૂમ પાર્ટનર સોનુ સાંજે સવાઆઠ વાગ્યે નોકરી પૂરી કરી રૂમે પહોંચી તો સુજાતાનો લટકતો મૃતદેહ જોઈ ચોંકી ગઈ હતી.

પરિવારજનો રાજકોટ દોડી આવ્યા અને દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવી.
પરિવારજનો રાજકોટ દોડી આવ્યા અને દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવી.

મમ્મી સાથે છેલ્લી વાત કરી કહ્યું હતું- હમણાં થોડી તબિયત પણ સારી રહેતી નથી
‘મમ્મી, સુજાતા બોલું છું, મજામાં છું. ઓનલાઇન ભણવાનું અને સાથે કોવિડની નોકરી, હમણાં થોડી તબિયત પણ સારી રહેતી નથી. એક મહિનાની રજા મૂકીને હું ઘરે આવી જાઉં છું‘ આ શબ્દો છે સુજાતાએ તેની મમ્મી સાથે કરેલી છેલ્લી વાતના. ગઇકાલે મંગળવારે સાંજે પાંચ વાગ્યે મમ્મીને ફોન કરી આ વાત કર્યા બાદ તેણે જ્યુબિલી બાગ નજીક ઠાકર હોટલ સામે આવેલી મેડિકલ કોલેજની ન્યૂ ગર્લ્સ હોસ્ટેલના આઠમા માળે રૂમમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ઓનલાઇન ભણતર અને કોવિડની નોકરી તેમજ નાદુરસ્ત તબિયતથી થાકી જઇ સ્ટુડન્ટ નર્સે આ પગલું ભર્યું કે અન્ય કારણ છે, એ અંગે તપાસ થઇ રહી છે.

જ્યુબિલી પાસે મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી.
જ્યુબિલી પાસે મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી.

હોસ્પિટલ નજીક જ સુજાતા હોસ્ટેલમાં રહેતી હતી
સુજાતા પ્રવીણભાઈ ચૌહાણ લાલપરી પાસે બી.એમ. ક્યાડા કોલેજ કેમ્પસમાં આવેલી એચ. એન. શુકલા નર્સિંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જોકે હાલમાં અભ્યાસ ઓનલાઇન ચાલુ હતો. સરકારની સૂચના મુજબ, કોવિડ હોસ્પિટલની સેવામાં નર્સિંગ સ્ટુડન્ટને પણ લેવાના હોય એ અંતર્ગત ચારેક માસથી સુજાતાને રાજકોટ સિવિલ કોવિડ સેન્ટરમાં સ્ટુડન્ટ નર્સ તરીકે ફરજ આપવામાં આવી હતી. આ કારણે તેને સિવિલ હોસ્પિટલની નજીકમાં જ આવેલી ન્યૂ નર્સિંગ હોસ્ટેલમાં 8મા માળે રૂમ નં. 830 ફાળવાયો હતો. ગઇકાલે સુજાતાના નાઇટ ઓફ હોય તે રૂમ પર જ હતી.

પરિવારજનોએ શ્રદ્ધાંજલિ પાઠવી.
પરિવારજનોએ શ્રદ્ધાંજલિ પાઠવી.

પિતાએ કહ્યું-દીકરીને કોઈ તકલીફ જેવું નહોતું
ઘટનાની જાણ થતાં રાજકોટ પહોંચેલા સુજાતાના પિતા પ્રવીણભાઇ ચૌહાણે કહ્યું હતું કે દીકરીને કોઇ તકલીફ હોય એવું જણાયું નહોતું. તે આવું પગલું ભરે એવું અમે વિચારી પણ શકીએ નહિ. તેણે કોઇ ચિઠ્ઠી પણ લખી નથી. કોઇની હેરાનગતિ કે ત્રાસ હોવાની પણ કોઇ શકયતા જણાતી નથી. પોલીસ તપાસ બાદ સાચું કારણ બહાર આવી શકશે. અમને કોઇ પ્રત્યે કંઇ આક્ષેપો નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો