તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • 22 Out Of 72 BJP Candidates Are Crorepatis, A Police Complaint Has Been Registered Against A Dozen; Of Which 40 Have Not Gone To College, 18 Are Nonmetric

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનાલિસિસ:ભાજપના 72માંથી 22 ઉમેદવાર કરોડપતિ, એક ડઝન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે; જેમાંથી 40 કોલેજે ગયા નથી, 18 નોનમેટ્રિક

રાજકોટ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પુષ્કર પટેલની સંપત્તિ 8.55 કરોડથી પાંચ વર્ષમાં વધી 14.55 કરોડ થઇ

ભાજપના 72 ઉમેદવારમાંથી 22 કરોડપતિ છે જેમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા ઉમેદવારોમાં પુષ્કર પટેલ 14.55 કરોડ, નેહલ શુક્લ 11.22 કરોડ રૂપિયા, નિલેશ જલુ 7.49 કરોડ, દેવાંગ માંકડ રૂ.2.11 કરોડ, સુરેન્દ્રસિંહ વાળા 2.32 કરોડ રૂપિયા, વજુબેન ગોલતર 1.05 કરોડ, દિલીપ લુણાગરિયા 1.39 કરોડ રૂપિયા, અશ્વિન પાંભર રૂ.6.09 કરોડ, બિપીન બેરા 7.23 કરોડ, ડો.દર્શના પંડ્યા 4.29 કરોડ, પ્રીતિબેન દોશી 1.11 કરોડ, વર્ષાબેન પાંધી1.29 કરોડ, જયાબેન ડાંગર 1.31 કરોડ, કેતન ઠુંમર 1.27 કરોડ, વિનુ સોરઠિયા 1.32 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું જાહેર કર્યું છે.

ભાજપના એક ડઝન ઉમેદવારો સામે જુદી જુદી પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં જિતુ કોટડિયા અને દેવાંગ માંકડ સામે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરવાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. નેહલ શુક્લ, સુરેન્દ્રસિંહ વાળા, નિલેશ જલુ સામે 307 સહિતની કલમ સામે, કાળુ કુંગશિયા ગેરકાયદેસર હથિયાર સહિતના ગુના નોંધાયા છે. નિલશે જલુ સામે મારામારી સહિત, વોર્ડ નં.4 પરેશ પીપળિયા મારામારી અને એસ્ટ્રોસિટી, ગેરકાયદેસર હથિયાર રાખવા સહિતના ગુના નોંધાયા છે.

ભાજપે 72 ઉમેદવાર જાહેર કર્યા છે તેમાં પાંચ ડોક્ટર, ચાર માસ્ટર ડિગ્રી, ત્રણ પીએચડી, સિવિલ એન્જિનિયર છે તો બીજી તરફ બે ચોપડી ભણેલા ઉમેદવાર પણ છે. આ ઉપરાંત 72માંથી 40 ઉમેદવાર ક્યારેય કોલેજ ગયા નથી. 18 નોનમેટ્રિક છે અને 14 હાઇસેકન્ડરી સુધી અભ્યાસ કર્યો નથી. ભાજપના ઉમેદવારોમાં સૌથી નાની ઉંમરના મહિલા 26 વર્ષના છે, જ્યારે સૌથી મોટી ઉંમરના 59 વર્ષના ઉમેદવાર છે. ભાજપે 30 વર્ષની નાની ઉંમર હોય તેવા 5 યુવાને ટિકિટ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો