તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:બોગસ ફિંગરપ્રિન્ટ કૌભાંડમાં 25 વેપારીનું 21મીએ હિયરિંગ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજું કૌભાંડ ખૂલતા તુરંત તપાસ પૂરી કરી
  • ગત વર્ષે અમદાવાદ ડીસીબીએ કૌભાંડ પકડ્યું હતું, રાજકોટની પણ સંડોવણી ખૂલી હતી

રાજકોટ જિલ્લાના 25 દુકાનદારને જિલ્લા પુરવઠા વિભાગે નોટિસ ફટકારી છે. આ તમામની સંડોવણી ગત વર્ષે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા બોગસ ફિંગરપ્રિન્ટ કૌભાંડમાં નીકળી હતી અને ત્યારથી ખાતાકીય તપાસ ચાલી રહી હતી. બોગસ ફિંગરપ્રિન્ટને આધારે સસ્તા અનાજના કેટલાક દુકાનદારોએ કૂપનનું અનાજ ચાઉ કરી નાંખ્યું હતું. ગત વર્ષે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કૌભાંડ પકડી પાડ્યું હતું. જે મામલે રાજકોટના 25 દુકાનદારની પણ સંડોવણી ખૂલી હતી જેથી તત્કાલીન ડીએસઓ પૂજા બાવડાએ તપાસ કમિટી રચી હતી અને તપાસ શરૂ કરાવી હતી.

બાદમાં આ આખી તપાસ અટકી ગઈ હતી. પુરવઠા વિભાગના કર્મચારીઓએ મહિનાઓ સુધી તપાસ પેન્ડિંગ રાખી હતી. આવું જ વધુ એક કૌભાંડ સાબરકાંઠામાંથી પકડાતા તેમાંથી પણ રાજકોટના 46 દુકાનદારની સંડોવણી ખૂલી હતી. આ મામલે પણ તપાસના આદેશ થતા આ પહેલાની તપાસની સ્થિતિ અંગે પૂછતા જાણવા મળ્યું હતું કે, હજુ સુધી બે દુકાનદારની તપાસ પેન્ડિંગ છે! હવે એ તપાસમાં તમામ 25 દુકાનદારને નોટિસ આપવામાં આવી છે અને પોતાનો જવાબ રજૂ કરવા માટે 21મી સુધીનો સમય અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...