કાર્યવાહી:ઈસ્ટ ઝોનમાં 2100 ચોરસ ફૂટ પાર્કિંગ ખુલ્લું કરાવાયું

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન વીક વન રોડ અંતર્ગત 50 ફૂટ રોડ, 80 ફૂટ રોડ અને જૂના મોરબી રોડ પર કાર્યવાહી

રાજકોટ મહાનગરપાલિકાએ વન વીક વન રોડ અંતર્ગત 24મીએ શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં.4માં સમાવિષ્ટ 50 ફૂટ રોડ, જૂનો મોરબી રોડ તથા 80 ફૂટ રોડ પર કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે પૈકી ટી.પી. શાખાએ પાર્કિંગ તથા માર્જિનમાં દબાણો દૂર કરવા ડિમોલિશન કર્યું હતું અને 2100 ફૂટ જેટલી પાર્કિંગ અને માર્જિનની જગ્યા ખુલ્લી કરી હતી. આ ઉપરાંત 95 જગ્યાએથી છાપરાં અને ઓટલા હટાવી ફૂટપાથ ખુલ્લી કરાવી હતી.

જ્યારે દબાણ હટાવ શાખાએ દબાણ રૂપ એવા રેંકડી-કેબિન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરી હતી અને રૂ.7000 દંડ વસૂલ્યો હતો.

આ ઉપરાંત મનપાની ફૂડ શાખાએ શ્રીજી લાઈવ બેકરીમાંથી 5 કિલો વાસી પિઝા બેઝ, 3 કિલો વાસી પફ, 1 કિલો વાસી બ્રેડ અને 1 કિલો બ્રેડ ઇન્પ્રવર પાઉડરનો સ્થળ પર નાશ કર્યો હતો. શિવ બેકર્સ જનરલ સ્ટોર્સમાંથી 5 કિલો વાસી બ્રેડનો નાશ, શ્રીજી ફેન્સી ઢોસામાંથી 5 કિલો વાસી બટેટાનો મસાલો અને રાઈસ ઇઝી બેકરીમાંથી 3 કિલો વાસી બન અને બ્રેડનો નાશ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...