ધોરાજી કોંગ્રેસના ગઢમાં ગાબડું:ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલા 21 સરપંચો ભાજપ સાથે જોડાયા, કહ્યું: લલિત વસોયા ખોટું બોલવાની ટેવ ધરાવે છે

ધોરાજી8 મહિનો પહેલા
  • 30માંથી 21 ગામના સરપંચએ ધોરાજી ભાજપમાં જોડાયાનું જાહેર કર્યું

ધોરાજીમાં તાલુકા તથા શહેર ભારતીય જનતા પાર્ટી કાર્યાલયે ગ્રામ પંચાયતના ચુંટાયેલા સરપંચોની સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલા 21 સરપંચો ભાજપ સાથે જોડાયા હતા. જ્યાં રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી હરસુખભાઈ ટોપિયાએ જણાવ્યું હતું કે,લલિત વસોયા ખોટું બોલવાની ટેવ ધરાવે છે.

વિજેતા થયેલા 21 ગામના સરપંચોએ ટેકો જાહેર કર્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ ધોરાજીમાં 30 ગામો પૈકી 28 ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ હતી. જેમાંથી 5 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. જયારે ની 23 ગ્રામ પંચાયની ચુંટણી પ્રક્રિયા કરવામાં આવી. આમ 30 માંથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલા 21 ગામના સરપંચો આજે અમારા કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા અને ભાજપ સાથે તેમનો ટેકો જાહેર કર્યો હતો.

લલિત વસોયા પાસે 15 સરપંચો છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા એવું કહે છે કે તેમની 15 સરપંચો છે જયારે અમારી પાસે વાસ્તવિક 21 સરપંચો સાથે ઊભા છે એ જ અમારો પુરાવો છે.

(ધોરાજી, ભરત બગડા)