ભારે વરસાદ:રાજકોટના લોધિકા તાલુકામાં 24 કલાકમાં 21 ઈંચ, નદીઓમાં ઘોડાપૂરથી ગામડાં સંપર્ક વિહોણા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સામાન્ય રીતે દર શ્રાવણ મહિને આજી નદીમાં એકાદ વખત પૂર આવે અને રામનાથદાદાને કુદરતનો જળાભિષેક થઇ જતો હોય છે, આ વખતે એકપણ વખત પૂર આવ્યું નહોતું, પરંતુ સોમવારે આજી નદી જાણે દરિયો બન્યો હતો અને રાજી થઈને રામનાથ દાદાના પગ પખાળ્યા હતા. આજીમાં આવેલું પૂર જોવા માટે હજારો લોકો બન્ને કાંઠા પર ઊમટી પડ્યા હતા. મોડી સાંજ સુધી આ નજારો જોવા મળ્યો હતો. - Divya Bhaskar
સામાન્ય રીતે દર શ્રાવણ મહિને આજી નદીમાં એકાદ વખત પૂર આવે અને રામનાથદાદાને કુદરતનો જળાભિષેક થઇ જતો હોય છે, આ વખતે એકપણ વખત પૂર આવ્યું નહોતું, પરંતુ સોમવારે આજી નદી જાણે દરિયો બન્યો હતો અને રાજી થઈને રામનાથ દાદાના પગ પખાળ્યા હતા. આજીમાં આવેલું પૂર જોવા માટે હજારો લોકો બન્ને કાંઠા પર ઊમટી પડ્યા હતા. મોડી સાંજ સુધી આ નજારો જોવા મળ્યો હતો.
  • ગામોમાં 2થી 5 ફૂટની સપાટી સુધી પાણી ઘૂસી ગયા, લોધિકડી ડેમ બચાવવા પાળો તોડાયો
  • હરિપર-તરવડાની નદીએ કાંઠા તોડી 1 કિ.મી. પહોળો પ્રવાહ થયો

રાજકોટના લોધિકા તાલુકામાં રવિવાર સાંજથી સોમવાર સાંજ સુધીમાં 21 ઈંચ વરસાદ ખાબક્યો હતો. માત્ર સોમવારે જ 18 ઈંચ પડી ગયો હતો જેથી નાની મોટી તમામ નદીઓમાં ઘોડાપૂર આવતા તાલુકાના બધા ગામો એકબીજાથી સંપર્ક વિહોણા થઈ ગયા હતા.

તરવડા અને હરિપરના ગામોમાં બંને નાની અલગ અલગ નદીઓ બંને કાંઠે વહી હતી અને પાણીનું સ્તર એટલું વધ્યું હતું કે, બંને નદીનો પ્રવાહ એકબીજામાં સમાંતર થતા 1.5 કિ.મી. પહોળી નદી જોવા મળી હતી. હરિપરના સરપંચ રજાક ઠેબાએ જણાવ્યું હતું કે, આટલા વર્ષોમાં પ્રથમ વખત બંને ગામની નદી એક થઈ છે ગામના પાદરમાં 5થી 7 ફૂટ પાણી ભરાયાં છે તેથી નીચાણવાસમાંથી સ્થળાંતર કરાયું હતું.

રામનાથપરામાં રેસ્ક્યૂ અને સ્થળાંતર સમયે મેયર પ્રદીપ ડવ સ્થળ પર હાજર હતા તેમના જણાવ્યા મુજબ કામગીરી સમયે એક વૃદ્ધાની તબિયત ખરાબ હતી, ચાલી શકે તેમ ન હતા તેથી એમ્બ્યુલન્સ બોલાવી તેમને સિવિલ ખસેડાયા હતા.
રામનાથપરામાં રેસ્ક્યૂ અને સ્થળાંતર સમયે મેયર પ્રદીપ ડવ સ્થળ પર હાજર હતા તેમના જણાવ્યા મુજબ કામગીરી સમયે એક વૃદ્ધાની તબિયત ખરાબ હતી, ચાલી શકે તેમ ન હતા તેથી એમ્બ્યુલન્સ બોલાવી તેમને સિવિલ ખસેડાયા હતા.

ગ્રામ્ય પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈએ જણાવ્યું હતું કે, લોધિકામાં અનેક નાની નદીઓ છે અને ભારે વરસાદને કારણે તમામમાં ઘોડાપૂર આવતા ગામો સંપર્ક વિહોણા થયા હતા. કાલાવડ રોડ પરનો બ્રિજ પણ બંધ થતા લોધિકા જવા માટે ગોંડલ હાઈવેથી રીબડા થઈને જઈ શકાતુ હતું. ખીરસરા, ચીભડા, જેતાકુબા સહિતના ગામોમાં તળાવનું સ્તર જોખમી રહેતા પાણી ખાલી કરવા જગ્યા કરાઈ હતી. લોધિકાનો લોધિકડી ડેમ પણ જોખમી લાગતા પાળો તોડી પાણીનો નિકાલ કરાયો હતો. લોધિકામાં 82 લોકોનું સ્થળાંતર કરાયું છે તેમજ કામગીરી હજુ પણ ચાલુ છે.

પૂરના પાણીથી બચાવવા પિતાએ પુત્રીને ઊંચકી. તો બીજી તરફ મહિલાઓને રેસ્ક્યૂ કરવામાં આવી રહી હતી ત્યારે એક મહિલા પોતાના ઘરમાંથી પોતાના વહાલા શ્વાનને કાંખમાં તેડીને બહાર નીકળ્યા હતા.
પૂરના પાણીથી બચાવવા પિતાએ પુત્રીને ઊંચકી. તો બીજી તરફ મહિલાઓને રેસ્ક્યૂ કરવામાં આવી રહી હતી ત્યારે એક મહિલા પોતાના ઘરમાંથી પોતાના વહાલા શ્વાનને કાંખમાં તેડીને બહાર નીકળ્યા હતા.
મહિલાઓ અને વૃદ્ધોએ પણ ગળાડૂબ પાણીમાં ખૂબ હિંમત પૂર્વક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને પોતાની સાથે બીજાને પણ બચાવ્યા હતા. આ મહિલા જીવનજરૂરી ચીજવસ્તુ લેવા નીકળી હતી.
મહિલાઓ અને વૃદ્ધોએ પણ ગળાડૂબ પાણીમાં ખૂબ હિંમત પૂર્વક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને પોતાની સાથે બીજાને પણ બચાવ્યા હતા. આ મહિલા જીવનજરૂરી ચીજવસ્તુ લેવા નીકળી હતી.
જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી, ગણપતિ પંડાલમાં પણ પાણી ભરાઇ ગયા હતા, વરસાદ રહેતા જ સંચાલકોએ પાણી ઉલેચી શ્રદ્ધાળુઓ માટે દર્શનની વ્યવસ્થા કરાવી હતી. જીવરાજ પાર્ક વિસ્તારમાં સ્થાપન કરાયેલા અનેક પંડાલમાં પાણી ઘૂસી ગયા હતા. જો કે મુખ્યડોમ તાલપત્રીથી બનાવાયા હતા આમ છતાં માટીની મૂર્તિ પર પાણી ન પડે તે માટે અલગ વ્યવસ્થા કરાઈ હતી.

શાળામાં અભ્યાસ કરતી પાર્થવી તણાઇ રહેલા પિતાના ચપ્પલ તરફ દોડી હતી અને તણાઇ રહેલા ચપ્પલને પકડી પિતા પાસે આવી પિતાને ચપ્પલ પહેરાવ્યું હતું, પુત્રીએ જે રીતે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે પિતાની જે રીતે કાળજી રાખી તે દૃશ્ય જોઇને ત્યાં હાજર લોકોએ તેની સરાહના કરી હતી.

સધિયારો : પિતાને પુત્રીએ ચપ્પલ પહેરાવ્યા.
સધિયારો : પિતાને પુત્રીએ ચપ્પલ પહેરાવ્યા.
અન્ય સમાચારો પણ છે...