રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં કોરોનાના કહેરના કારણે લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે લોકોમાં હજુ પણ કોરોના વાઇરસ અંગે જોઈએ તેટલી જાગૃતતા જોવા મળી રહી નથી. લોકો હજુ પણ જાહેરનામાનો ભંગ કરી બિનજરૂરી પોતાના ઘરની બહાર નીકળી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અભિયાન અંતર્ગત 21 જેટલા નામી ખ્યાતનામ સમાજના જુદા જુદા ક્ષેત્રના શ્રેષ્ઠીઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ત્યારે આ તમામ બ્રાન્ડ એમ્બેસેડરનું રાજકોટ શહેર પોલીસના જુદા જુદા અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તો સાથે જ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને રાજકોટની પ્રજાને ઘરમાં જ રહે અને સુરક્ષિત રહે તે માટે જુદા જુદા સેલિબ્રિટીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ તકે ચેતેશ્વર પુજારા, રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા, રાજકોટ રાજ્યના ઠાકોર સાહેબ માંધાતા સિંહ જાડેજા, જાણીતા ઉદ્યોગપતિ પરાક્રમસિંહ જાડેજા, જાણીતા ગાયક કલાકાર ઓસમાણ મીર, કિર્તીદાન ગઢવી, હાસ્ય કલાકાર સાઇરામ દવે તો અનેક અભિનેતા અને અભિનેત્રીઓ પણ હાજર રહ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.