તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:રાજકોટ એસટી ડિવિઝનના 200 રૂટ રદ કરી દેવાયા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લોકલ અને લાંબા અંતરના રૂટ કેન્સલ
  • 18 મે બાદ કેટલાક રૂટ શરૂ થવાની સંભાવના

કોરોનાની બીજી લહેરમાં રાજકોટ એસટી બસ ડિવિઝનમાં મોટી સંખ્યામાં મુસાફરો અને કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. ત્યારે વધતા જતા સંક્રમણને કાબૂમાં લેવા માટે રાજકોટ એસટી ડિવિઝનના લોકલ અને લાંબા રૂટના 200 રૂટ રદ કરવામાં આવ્યા છે. જે બસના રૂટ રદ કરાયા છે એમાં રાજકોટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી અને સુરેન્દ્રનગર ડેપોના લોકલ રૂટ રદ કરવામાં આવ્યા છે.

ડેપો મેનેજર એન.બી.વરમોરાએ જણાવ્યું હતું કે, હાલ વિવિધ નવ ડેપોના કુલ 300 જેટલા બસ રૂટ હવે આગામી તા.18 મે સુધી બંધ રહેશે. હાલ 40 ટકા જ બસ પરિવહન ચાલુ છે તે મુજબ યથાવત્ રહેશે. બંધ રૂટ શરૂ કરવા માટે 18 મે બાદ નવો નિર્ણય લેવામાં આવશે. અત્યારની પરિસ્થિતિ મુજબ મુસાફરોના કોરોના ટેસ્ટ કરવાનું યથાવત્ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...