તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:રાજકોટ જિલ્લા પંચાયતની 36 સીટ માટે ભાજપમાં 200, કોંગ્રેસમાં 50 મુરતિયા

રાજકોટ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ભાજપ 3 દિવસ બેઠક કરી 11મીએ ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા, કોંગ્રેસ પણ રાહ જોશે

મનપાની ચૂંટણી બાદ હવે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના નામ માટે પક્ષો તૈયારી કરી રહ્યા છે. ભાજપની ઉમેદવારો નક્કી કરવા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સોમવારથી મળશે અને 10 તારીખ સુધી ચાલે તેવી શક્યતા છે અને 11 તારીખે ઉમેદવારો જાહેર કરાશે તેવી શક્યતા છે. આ દિવસમાં કોંગ્રેસ પણ રાહ જોશે અને પછી જ જાહેર કરે તેવી રણનીતિ અપનાવાઈ છે. રાજકોટ જિલ્લા પંચાયતની વાત કરીએ તો 36 સીટ માટે ભાજપમાંથી 200 કરતા વધુ દાવેદારો નોંધાયા છે.

આ ઉપરાંત 60 વર્ષ અને 3 ટર્મની મર્યાદા પણ મહત્ત્વનો ભાગ ભજવશે. બીજી તરફ કોંગ્રેસ પાસે પણ ઘણી અરજીઓ આવી હતી તેમાંથી જિલ્લા કોંગ્રેસે હાઈકમાન્ડ સુધી મોકલવા માટે 50 નામો તૈયાર કર્યા છે. આ 50 માંથી 36ને ટિકિટ મળશે. તાલુકા પંચાયતોમાં પણ પક્ષ દીઠ ઘણા ઉમેદવારો છે અને ગુરુવારે એકસાથે બધી જગ્યાએ ફોર્મ ભરાવાના હોવાથી તૈયારી હાથ ધરાઈ રહી છે. જિલ્લા પંચાયત માટે આર.ઓ. તરીકે ના.કલેક્ટર કક્ષાના અધિકારી મુકાયા છે જ્યારે તાલુકા પંચાયત માટે ટીડીઓ અને મામલતદારને ફરજ સોંપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો