• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 200 Bags Of Amul Buttermilk, 2400 Milk, 101 Stale Bottles Of Cold Drinks Found From Shankar Vijay Enterprise In Rajkot, Agency Seal

આરોગ્યના દરોડા:રાજકોટના શંકર વિજય એન્ટરપ્રાઇઝમાંથી અમુલની 200 કોથળી છાશ, દૂધની 2400, કોલ્ડ્રીંકસની 101 વાસી બોટલ મળી,એજન્સી સીલ

રાજકોટ12 દિવસ પહેલા
ટ્રેકટરમાં વાસી માલ ભરીને તેનો ડમ્પીંગ યાર્ડ ખાતે નાશ કરી દેવાયો હતો
  • ખાણીપીણીની કુલ 20 દુકાનમાં ચેકીંગ
  • ફૂડ લાયસન્સ માટે પણ ત્રણ વેપારીને નોટીસ ફટકારાઇ

રાજકોટ મહાપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા જુદા જુદા માર્ગો પર ચલાવવામાં આવતી ડ્રાઇવ દરમ્યાન સામાકાંઠાના સંત કબીર રોડ પર આવેલ એજન્સીમાં કરાયેલા ચેકીંગમાં ચાર-ચાર વર્ષ જુના કોલ્ડ્રીંકસ, અમુક મિલ્કની બોટલોનો મોટો જથ્થો મળી આવતા ભારે ચકચાર જાગી છે. આ ગોડાઉનમાં છેલ્લા ચાર વર્ષથી સંગ્રહ કરવામાં આવેલ અમુલ મિલ્કની 2400 બોટલ સહિતનો માલ મળી આવતા તેનો નાશ કરીને તાત્કાલીક અસરથી ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું છે.

વાસી ફલેવર્ડ મિલ્કનો મોટો જથ્થો મળી આવ્યો
એકસપાયર્ડ ડેટના પીણા વેચવા એ ફૂડ એકટ હેઠળ ગુના સમાન છે. ફૂડ વિભાગની ટીમના સંત કબીર રોડ પરના ચેકીંગમાં શંકર વિજય એન્ટરપ્રાઇઝ નામની એજન્સીમાં દરોડો દરમ્યાન આ ચોંકાવનારી વિગતો ખુલતા ડે.કમિશ્નર આશીષકુમાર પણ સ્થળ પર દોડી ગયા હતા. આ જગ્યાએ બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં કોલ્ડ્રીંકસ અને ફલેવર્ડ મિલ્કનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આથી ટ્રેકટરમાં વાસી માલ ભરીને તેનો ડમ્પીંગ યાર્ડ ખાતે નાશ કરી દેવાયો હતો.

ચાર-ચાર વર્ષ જુના કોલ્ડ્રીંકસ અને અમુક મિલ્કની બોટલોનો મોટો જથ્થો મળ્યો
ચાર-ચાર વર્ષ જુના કોલ્ડ્રીંકસ અને અમુક મિલ્કની બોટલોનો મોટો જથ્થો મળ્યો

ચાર પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી
મ્યુનિ. કમિશ્નરની સુચનાથી જાહેર આરોગ્ય હિતાર્થે સંતકબીર રોડ પર 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી જે દરમ્યાન બેવરેજીસ- 646 લી (અમુલ કુલ ફ્લેવર્ડ મીલ્ક 180 મિલી. - 2400 બોટલ, સ્પ્રાઇટ - 2.5 મિલી. પેક્ડ-18 બોટલ, ફેન્ટા 1.25 મિલી. - 12 બોટલ, ફેન્ટા 750 મિલી - 45 બોટલ, લીમ્કા 750 મિલી - 26 બોટલ), પ્રિપેર્ડ ફુડ 6 કિ.ગ્રા. જેટલો જ્થ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ હતો. ચાર પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી છે.

આરોગ્યપ્રદ સ્થિતિમાં સ્ટોરેજ પણ ન હતું
નાયબ કમિશનર આશીષકુમારની સુચના અન્વયે તાત્કાલિક અસરથી સંતકબીર રોડ પર આવેલ શંકર વિજય એન્ટરપ્રાઇઝ પેઢીને સીલ કરવામાં આવતા આવા ધંધાર્થીઓમાં ફફડાટ મચ્યો છે. રાજકોટમાં મુદ્દત વિત્યા બાદ કોલ્ડ્રીંકસ અને દૂધ વેચાણ બદલ એજન્સી સીલ કરવાની ઘટના લાંબા સમય બાદ બની છે. અહીં 2017થી 2021 સુધીમાં ખરીદવામાં આવેલો મોટો જથ્થો મળ્યો હતો. આરોગ્યપ્રદ સ્થિતિમાં સ્ટોરેજ પણ ન હતું.

બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં કોલ્ડ્રીંકસ અને ફલેવર્ડ મિલ્કનો મોટો જથ્થો મળી આવ્યો
બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં કોલ્ડ્રીંકસ અને ફલેવર્ડ મિલ્કનો મોટો જથ્થો મળી આવ્યો

ખોડલ ખમણ હાઉસમાં 3 કિલો વાસી ફરસાણ મળ્યું
આવા પીણા પીવાથી બાળકોથી માંડી મોટા પણ બિમાર પડી શકે તેના કારણે કડક પગલા લેવામાં આવ્યાનું ડેઝી. ઓફિસર અમિત પંચાલે કહ્યું હતું. ફૂડ વિભાગના રાઉન્ડમાં સંત કબીર રોડ પર ખોડલ ખમણ હાઉસમાં 3 કિલો વાસી ફરસાણ, એમઆરપી પીઝામાંથી 3 કિલો વાસી પ્રિપેડ માલ, મચ્છુ ડેરીમાંથી તારીખ વગરની 500 મીલીની 200 કોથળી છાશનો નાશ કરવામાં આવ્યો હતો તો તાહેરી કાદરભાઇ વૈદ અને રામદેવ ડેરી ફાર્મને ફૂડ લાયસન્સ બાબતે નોટીસ ફટકારવામાં આવી છે.

દૂધના નમુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા
કુલ 20 પેઢીમાં આ ચેકીંગ કરવામાં આવ્યું હતું. ફુડ એકટ હેઠળ મચ્છુ ડેરી, દૂધેશ્વર મહાદેવ મંદિર સામે, સંતકબીર રોડ થી મિક્સ દૂધ (લૂઝ), રાધેશ્યામ ડેરી ફાર્મ, શોપ નં 25,26, ગ્રાઉન્ડ ફ્લોર, સંતકબીર રોડ થી મિક્સ દૂધ (લૂઝ), શ્રી મહાલક્ષ્મી ડેરી ફાર્મ, મેહુલનગર મે. રોડથી,મિક્સ દૂધ (લૂઝ), ગોપાલ ડેરી ફાર્મ, શોપ નં. 1, માધવપાર્ક-3, ગોવર્ધન બસ સ્ટોપ પાસે, 150’ રીંગ રોડથી ગાયનું દૂધ (લુઝ), શ્રીજી ડેરી ફાર્મ, કિશ્ના કોમ્પલેક્ષ, શોપ નં 4, માધવપાર્ક -2, ગોવર્ધન ચોક, 150’ રીંગ રોડથી ભેંસનું દૂધ (લૂઝ)નો નમુનો લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.

ગુનાહિત કૃત્ય | છાશ અને દૂધમાં તારીખ વગર જ પેકિંગ કરતું યુનિટ પકડાયું
ફૂડશાખાને ચેકિંગ દરમિયાન મચ્છુ ડેરી પર તપાસ કરી હતી જ્યાં છાશ અને દૂધના પેકેજિંગ કરાઈ રહ્યા હતા. આ સ્થળોએ પેકેજિંગ પર નજર નાખતા યુઝ્ડ બાય ડેટ કે પછી બેસ્ટ બિફોર ડેટ નાખેલી જ ન હતી જેથી એ શંકા મજબૂત બની હતી કે આ રીતે માલનો સ્ટોક કરીને જ્યારે નિકાલ થાય તે દિવસની તારીખ લગાવી દેવાતી હતી. ફૂડ શાખાએ મચ્છુ ડેરીમાંથી મચ્છુ નામની બ્રાન્ડની છાશના 500 મી.લી.ના 200 પેકેટનો નાશ કરાયો હતો.

સુપરમાર્કેટમાં ભારે ડિસ્કાઉન્ટ હોય ત્યારે એક્સપાયરી ડેટ ચકાસવી
કોઇપણ માર્કેટમાં ખાદ્ય પદાર્થોને લઈને સુપરમાર્કેટ કે પછી અન્ય સ્થળે ભારે ડિસ્કાઉન્ટ ચાલતું હોય અથવા તો એક સાથે એક ફ્રી જેવી સ્કીમ ચાલતી હોય છે તેમા મોટાભાગે આવી જ પ્રોડક્ટ હોય છે જેમાં એક્સપાયરી ડેટ નજીક આવી ગઈ હોય છે. આવી ખાદ્ય ચીજ જો એક્સપાયરી ડેટ પહેલા પૂરી કરી શકતા હોય તો જ ખરીદવી જોઈએ આ માટે દરેક વસ્તુની એક્સપાયરી ડેટ ચકાસવી જોઇએ તેવું ફૂડશાખા જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...