તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાણવાયુનો પ્રબંધ:રાજકોટમાં ઓક્સિજનની અછત દૂર કરવા તંત્રની કવાયત, 20 હજાર લીટરની ટેન્ક કાર્યરત કરાશે

રાજકોટ13 દિવસ પહેલા
  • શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રિયલ એસો. દ્વારા સુવિધા ઉભી કરાશે

રાજકોટમાં ઓક્સિજનની અછત દુર કરવા તંત્રએ કવાયત શરૂ કરી છે. જે માટે રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તંત્રને મદદે આવ્યું છે અને 20 હજાર લીટર ક્ષમતા વાળી ઓક્સિજનની ટેન્ક તૈયાર કરી તંત્રને સોંપવામાં આવી છે. જેને ટૂંક સમયમાં જ સમરસ હોસ્ટેલનાં કોવિડ કેર સેન્ટરમાં કાર્યરત કરવામાં આવશે.

20 હજાર લિટર ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક સમરસ હોસ્ટેલ ખાતે થશે કાર્યરત
શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને અટકાવવા અને દર્દીઓને બચાવવા માટે તાત્કાલિક ઉભી થયેલી જરૂરિયાતોને પહોંચી વળવા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે. જેના ભાગરૂપે સમરસ હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજન સહિતની તમામ સારવાર મળી રહે તે માટે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 20 હજાર લિટર ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક સમરસ હોસ્ટેલ ખાતે ઉભી કરાઇ રહી છે.

200 લોકોને જીવનદાન આપી શકાશે
શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના પ્રમુખ તથા સમાજ અગ્રણી રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, સમાજ પાસેથી જે કાંઈ મેળવ્યું છે તેનો સમાજના હિતાર્થે ઉપયોગ કરવામાં અમે પાછી પાની નહીં કરીએ. ફાલ્કન પરિવારના જગદિશ કોટડીયાએ જણાવ્યું હતું કે,સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજા રોટલો અને ઓટલો આપવામાં હમેશા આગળ રહી છે. આવી મહામારીના સમયમાં માનવધર્મને બચાવવા માટે ખંભે-ખંભા મીલાવીને માનવજાતને બચાવીએ અને આગળ વધીએ. સમરસમાં 20,000 લીટરની ક્ષમતાવાળા ઓક્સિજન પ્લાન્ટની સ્થાપનાથી હોસ્પિટલમાં દૈનિક 200 લોકોને જીવનદાન આપી શકાશે.

1000 લીટરની ક્ષમતાવાળા 8 ઓક્સિજન ટેન્ક કાર્યરત
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે કે હાલમાં સમરસ હોસ્ટેલ ખાતે 1000 લીટરની ક્ષમતાવાળા 8 ઓક્સિજન ટેન્ક કાર્યરત છે. હજાર લિટરની આઠ ટેન્કોને અત્રેથી મુક્ત કરીને અન્ય સેન્ટર પર કાર્યરત કરવામાં આવશે. મહત્તમ દર્દીઓને સારવાર આપતી વખતે ઓક્સિજનની અછત ના સર્જાય તેવા શુભાશય સાથે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસો.ના સહકારથી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 20,000 લીટરની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરાઇ રહ્યો છે. જે જલ્દીથી શરૂ કરી દેવા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો