તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભણ્યા નહીં ભણાવતા શીખી ગયા:20 નોનમેટ્રિક ઉમેદવાર પાસે લિવિંગ સર્ટિફિકેટ નહીં, ગામડે ભણતો, પૂરમાં તણાયા સહિતના કારણ આપ્યા

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કરવાના બદલે ઉમેદવારોએ સોગંદનામા રજૂ કર્યા છે, સહીના બદલે અગૂંઠા માર્યા

રાજકોટ મનપાની ચૂંટણીમાં ઉમેદવારોએ પોતાના ફોર્મ સાથે કેટલો અભ્યાસ કર્યો તેની વિગત તેમજ ઉંંમરના આધાર પુરાવા રજૂ કરવાના હોય છે, પરંતુ જે નોનમેટ્રિક સુધી અભ્યાસ કર્યો છે તેની પાસે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જ નથી. તેના બદલે સોગંદનામા રજૂ કર્યા છે. સોગંદનામામાં પણ પ્રમાણપત્ર ન હોવાના એવા કારણ આપ્યા છે કે,

‘ગામડે ભણતો હતો અને બાદમાં શહેરમાં રહેવા આવી ગયા તેથી પ્રમાણપત્ર લેવા ગયો નથી, આગળ અભ્યાસ ન કરવો હોવાથી, પૂર આવ્યું તેથી તમામ સામાન ઘરમાંથી તણાઇ ગયો હોવાથી પ્રમાણપત્ર નથી’ જેવા અવનવા કારણો આપ્યા છે. ભાજપ કોંગ્રેસના ધો.10થી ઓછો અભ્યાસ કર્યો હોય તેવા ઉમેદવારોમાંથી મોટાભાગના પાસે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર નથી તેના બદલે સોગંદનામું રજૂ કર્યું છે જેમાં સહી કરવાના બદલે અમુકે અગૂંઠા માર્યા છે.

ગત ચૂંટણીમાં 246 ઉમેદવાર લડ્યા આ વર્ષે 47 વધ્યા, 293 વચ્ચે જામશે જંગ, ચૂંટણીપંચે ઓનલાઇન ફોર્મ ભરવાની સિસ્ટમ વિકાસાવી, એક પણ ઉમેદવારે ઓનલાઇન પર ભરોસો કર્યો નહીં
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વર્ષે 540 ઉમેદવારે 642 ફોર્મ ભર્યા હતા. જેમાં ચકાસણી દરમિયાન 334 ફોર્મ અમાન્ય રહ્યા હતા અને 308 ફોર્મ માન્ય રહ્યા હતા. ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ સુધીમાં ભાજપના 72, કોંગ્રેસના 70, આમ આદમી પાર્ટીના 72, બહુજન સમાજવાદી પાર્ટીના 26 અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના 26, અપક્ષ 20 મળી કુલ 293 ફોર્મ માન્ય રહ્યા છે.

ગત ચૂંટણી એટલે કે 2015માં 591 ફોર્મ ભરાયા હતા અને તેમાંથી 268 માન્ય રહ્યા હતા. માન્ય 268માંથી 22 ફોર્મ પરત ખેંચાતા 246 ઉમેદવાર વચ્ચે જંગ થયો હતો,જ્યારે આ વર્ષે 293 ઉમેદવાર વચ્ચે જંગ થશે. ચૂંટણીપંચે આ વર્ષે ઉમેદવારોને ઓનલાઇન ફોર્મ ભરવાની સુવિધા આપી હતી, પરંતુ એક પણ ઉમેદવારે ઓનલાઇન ફોર્મ ભરવાની હિંમત કરી નથી. ગતવર્ષ કરતા આ વર્ષે 47 ઉમેદવાર વધુ છે.

કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોમાં 23 કોર્પોરેટર રિપીટ છે. ભાજપમાંથી આવેલા એક મહિલાને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી છે. મોટા ભાગના કોર્પોરેટરને ફરી ટિકિટ અપાઈ છે. બીજી તરફ ભાજપમાંથી કુલ સીટિંગ 40 કોર્પોરેટરમાંથી 28 કોર્પોરેટરની ટિકિટ કપાઇ ગઇ છે.

ભાજપના 16, કોંગ્રેસના 17 ઉમેદવાર નોનમેટ્રિક
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 72 અને કોંગ્રેસના 70 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી ભાજપના 16 ઉમેદવાર ધોરણ-10 પાસ પણ નથી. જ્યારે કોંગ્રેસમાં 17 ઉમેદવાર નોનમેટ્રિક છે. આ ઉપરાંત અન્ય પક્ષ અને અપક્ષના અનેક ઉમેદવારો એવા પણ છે કે, જેમને સહિ કરતા પણ નથી આવડતી.

રંગોલી પાર્ક આવાસમાં નેતાઓને પ્રવેશબંધી
કાલાવડ રોડ પર આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડ રંગોલી પાર્કમાં રહેતા લોકોએ નેતાઓને સોસાયટીમાં ચૂંટણી પ્રચાર માટે પ્રવેશબંધી કરી છે. લોકોનું કહેવું છે કે, પાણીની સમસ્યા, સ્ટ્રીટલાઇટ તેમજ આવાસના બાંધકામ સહિતના પ્રશ્નો હલ થયા ન હોવાથી નેતાઓને પ્રવેશબંધી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો