તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:20 કિ.મી. સુધી ખેડૂતો માટે લંગરની વ્યવસ્થા, સ્વેટર-જાકીટ સહિતની વસ્તુઓ ફ્રી અપાય છે, સોમનાથથી બાઈક લઈને દિલ્હી પહોંચેલા સૌરાષ્ટ્રના ધરમ હદવાણીએ ‘ભાસ્કર’ માટે કર્યો ગ્રાઉન્ડ રિપોર્ટ

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કૃષિકાયદાના વિરોધમાં છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત દેશના અન્ય પ્રાંતોના ખેડૂતો ઉગ્ર આંદોલન પર ઉતરી આવ્યા છે ત્યારે ગુજરાતના કોઈ ખેડૂતો ત્યાં ગયા ન હતા એટલે અહીંના ખેડૂતો વતી મને દિલ્હી જવાનો વિચાર આવ્યો. હું જૂનાગઢનો ખેડૂત છું અને આંદોલન કરી રહેલા ખેડૂતોને સમર્થન આપવા 4 ડિસેમ્બરે વહેલી સવારે હું બાઈક લઈને દિલ્હી જવા નીકળી ગયો. 7 ડિસેમ્બર દિલ્હી સિંઘુ બોર્ડર ખાતે પહોંચ્યો જ્યાં મારું ખેડૂતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના ખેડૂતો વતી અહીં આવ્યાનું અને અહીં પહોંચીને જે દૃશ્યો જોયા તે જીવનના સૌથી યાદગાર ગણાશે.

અહીં આવીને જોયું તો સૌથી મહત્ત્વની બાબત એ લાગી કે, ખેડૂતોમાં શિસ્ત ખૂબ છે, એ લોકો એકદમ શિસ્તબદ્ધ રીતે વિરોધ કરી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં ખેડૂતો ઊમટી પડ્યા છે છતાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના નથી બનતી. અહીં સમર્થનમાં આવેલા એકપણ ખેડૂતને રહેવા, જમવા, ઓઢવા સહિતની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું સંગઠનના લોકો ખાસ ધ્યાન રાખી રહ્યા છે. દિવસનો પ્રારંભ અને સમાપન પ્રાર્થનાથી કરે છે. કહેવાય છે કે, ધરમ હદવાણી સ્થાનિક ખેડૂતોવતી દિલ્હી પહોંચ્યો હતો જે અંગેનો તેને ભાસ્કર માટે ગ્રાઉન્ડ રિપોર્ટ પણ તૈયાર કર્યો છે.

દર 200 મીટરના અંતરે મેડિકલ કેમ્પની વ્યવસ્થા છે, ડોક્ટર-નર્સ છે

 • સિંઘુ બોર્ડર પર વહેલી સવારે 5 વાગ્યે ખેડૂતો પ્રાર્થના કરી દિવસની શરૂઆત કરે છે.
 • પ્રાર્થના બાદ પંચાયત ભરાય છે જેમાં આગામી રણનીતિ સહિતના મુદ્દે ચર્ચા કરાય છે.
 • ત્યારબાદ સ્ટેજ પ્રોગ્રામ યોજાય છે જેમાં ખેડૂત સંગઠનના વડાઓ-આગેવાનો માર્ગદર્શન આપે છે.
 • આખો દિવસ ક્રાંતિગીતો-દેશભક્તિના ગીતો ગવાય છે.
 • ચા-નાસ્તો, બિસ્કિટ, કાજુ-બદામ-દૂધ, ફ્રૂટ, જમવાનું આખો દિવસ ચાલુ હોય છે.
 • 20 કિ.મી. સુધી ખેડૂતોને જમવા માટે લંગરની વ્યવસ્થા કરવામાં આવી છે.
 • અંદાજે 5000 હજાર જેટલા ટ્રેક્ટર લઈને 5 લાખ જેટલા ખેડૂતો અહીં આવ્યા છે.
 • દર 200 મીટરના અંતરે મેડિકલ કેમ્પની વ્યવસ્થા છે, ડોક્ટર-નર્સ છે.
 • ન્યૂઝીલેન્ડથી પણ ખેડૂત આગેવાનો અહીં આવી પહોંચ્યા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો