ફિટ રાજકોટ:‘ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોજ’ના સૂત્ર સાથે 20 કિ.મી.ની સાઇક્લોથોન યોજાઇ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુમાળી ચોકથી સવારે સવા સાત વાગ્યે સાઇક્લોથોનનો પ્રારંભ થયો હતો. 20 કિલોમીટરનું સાઇક્લિંગ કરી સાઇક્લોથોન ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમમાં પૂરી થઇ હતી. - Divya Bhaskar
બહુમાળી ચોકથી સવારે સવા સાત વાગ્યે સાઇક્લોથોનનો પ્રારંભ થયો હતો. 20 કિલોમીટરનું સાઇક્લિંગ કરી સાઇક્લોથોન ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમમાં પૂરી થઇ હતી.
  • 50 સાઇક્લિસ્ટોએ બહુમાળીથી ખંઢેરી સુધી સાઇક્લિંગ કર્યું

ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત દેશના તમામ લોકો શારીરિક રીતે સ્વસ્થ રહે તે માટે ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોજનું સૂત્ર સાથે તા.7-12થી 31-12 સુધી દેશભરના વિવિધ શહેરોમાં સાઇક્લોથોનનું આયોજન કરવા આહ્વાન કરવામાં આવ્યું છે. જેને પગલે રાજ્ય સરકારના રમતગમત વિભાગ, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નેજા હેઠળ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત શહેરમાં રવિવારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુવાનોને ફિટનેસ તેમજ વેલબીઇંગનું માર્ગદર્શન મળી રહે તે માટે સાઇક્લોથોનમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના નોડલ ઓફિસર અને સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ ડો.અર્જુનસિંહ રાણા, રણજી ટ્રોફી જીતી ઇતિહાસ રચનાર સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટ, બાસ્કેટબોલ કોચ પ્રકાશભાઇના નેજા હેઠળ 50થી વધુ સાઇકલસવારો જોડાયા હતા. બહુમાળી ચોકથી સવારે સવા સાત વાગ્યે સાઇક્લોથોનનો પ્રારંભ થયો હતો.

20 કિલોમીટરનું સાઇક્લિંગ કરી સાઇક્લોથોન ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમમાં પૂરી થઇ હતી. સાઇક્લોથોનમાં શહેરની વિવિધ શાળાઓના સ્પોર્ટસ તજજ્ઞો ભરતસિંહ પરમાર, રાજહંસ માકડિયા, ડો.સંદીપકુમાર વાળા, ઉત્સવ રાઠોડ, ભાવેશ રાબા, ધર્મેન્દ્રભાઇ રોકડિયા, આશિષ જોષી, પીયૂષ માલાણી અને જિનેશ અજમેરા જોડાયા હતા. સાઇક્લિંગના આયોજનો કરી પોતાના ડેઇલી ફિટનેસ પ્રવૃત્તિઓનો લોકો હિસ્સો બનાવે જેથી રાજ્યના 33 જિલ્લાના 252 તાલુકાઓ સુધી આ ફિટનેસને જનઆંદોલન બનાવી શકાય તેમ ડો.અર્જુનસિંહ રાણાએ અંતમાં કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...