કામગીરી:ડ્રોન મારફત ખાતર છંટકાવ માટે જિલ્લામાં 20 ખેડૂત થયા તૈયાર

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 28 જાન્યુઆરી સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર કરી શકાશે અરજી
  • 67 એકરમાં ડ્રોનથી દવાનો છંટકાવ, ખર્ચના 90% જેટલી રકમની સહાય

ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી અંતર્ગત ખેડૂતોને ડ્રોનથી દવા-ખાતર છંટકાવ માટે આર્થિક સહાય ચૂકવાય છે. જેની રાજકોટ જિલ્લામાં શરૂઆત થઈ ચૂકી છે અને ખેડૂતો ખાતર અને દવાના છંટકાવ ડ્રોનથી કરતા થયા છે. અત્યાર સુધીમાં 20 ખેડૂતે આ નો યોજનાલાભ લઈ 67 એકરમાં ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો છે. જિલ્લા ખેતીવાડી અધિકારી એ.એલ. સોજીત્રાના જણાવ્યા પ્રમાણે, આ યોજના અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 20 ખેડૂત દ્વારા 67 એકરમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.

જેમને સહાય ચૂકવવાની કામગીરી ગતિમાં છે. અત્યાર સુધીમાં 96 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. એક ખેડૂતને એક એકર દીઠ ખર્ચના 90 ટકા અથવા તો વધુમાં વધુ રૂપિયા 500 બેમાંથી જે એક હોય તે ચૂકવાય છે. વધુમાં વધુ પાંચ એકર સુધી અને પાંચ છંટકાવની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવે છે. અત્યારે પણ ડ્રોનથી દવા છંટકાવ માટે અરજીઓ સ્વીકારવાનું ચાલુ છે. ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર 28મી જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...