દરખાસ્ત:રાંદરડા પ્રોજેક્ટને પડતો મૂકી જ્યાં કોઇ રહેતું નથી તે તળાવ માટે 20 કરોડ મગાશે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નં.18માં 12 કરોડના ખર્ચે રોડ બનશે : રોડના ટેન્ડર 18 ટકા ડાઉન આવ્યા
  • સ્માર્ટ સિટીમાં લેક-2 અને 3 માટે મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ પાસે ગ્રાન્ટ લેવા દરખાસ્ત

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સોમવારે મળી હતી જેમાં થ્રી બીએચકે આવાસમાં કોઇ લેવાલ ન મળતા 24 લાખને બદલે 18 લાખ રૂપિયાનો ભાવ કરી દેવાયો છે. આ ઉપરાંત જે લોકોએ અગાઉ એલોટમેન્ટ લઈ લીધું છે તેમને છ લાખ રૂપિયા પરત આપવા પણ નક્કી કરાયું છે.

સ્ટેન્ડિંગમાં 23.91 કરોડના ખર્ચ અને 17 લાખની આવકની દરખાસ્ત મંજૂર કરી છે. જે ખર્ચ મંજૂર થયો છે તેમાંથી 14 કરોડ તો માત્ર રસ્તા કામના છે જેમા વોર્ડ નં.18માં જ 12 કરોડ રૂપિયાના રિ-કાર્પેટિંગ માટે ખર્ચાશે. જ્યારે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ પાસેથી વિકાસ કાર્યો માટે 20 કરોડ રૂપિયાની ગ્રાન્ટ માગવા પણ દરખાસ્ત કરાઈ છે.

આ ગ્રાન્ટમાંથી સ્માર્ટ સિટીમાં આવેલા લેક-2 અને લેક-3નું ડેવલપમેન્ટ કરાશે. સ્માર્ટ સિટીમાં પહેલાથી જ અટલ સરોવર માટે ઘણો ખર્ચ કરી દેવાયો છે અને લેક-2 કે 3 પાસે કોઇ રહેવા પણ જતું નથી આમ છતાં ત્યાં ખર્ચ કરાઈ રહ્યા છે જ્યારે શહેરમાં આવેલા રાંદરડા અને લાલપરી તળાવના રિ-ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ વર્ષોથી માત્ર ફાઈલ પર જ છે. આ ઉપરાંત સર્કલ ડેવલપમેન્ટના જે ટેન્ડર મંજૂર થયા તેમાં કટારિયા ચોકડીએ બે એજન્સીના સરખા ભાવ આવ્યા હતા તેથી આ બંને એજન્સી પાસેથી ફરી ભાવ મગાવાયા છે.

આઈઈસીની ગ્રાન્ટને આવકમાં રૂપાંતરિત કરવા કીમિયો લગાવાયો
સ્ટેન્ડિંગ કમિટીએ LED બોર્ડમાં જાહેરાત માટે ખાનગી પાર્ટી માટે તો હજુ પણ ટેન્ડરની જ શરત રાખી છે પણ સરકારી જાહેરાત માટે પ્રતિ 30 સેકન્ડના સ્લોટના 20 રૂપિયા જ્યારે મનપાની જ જાહેરાત હોય તો સ્લોટના 10 રૂપિયા લેશે. મનપાના જ બોર્ડમાં જાહેરાત આપવા મનપાની જ શાખાએ પૈસા આપવા પડશે તે એક રીતે યોગ્ય લાગતું નથી પણ સમજી વિચારીને નિર્ણય લેવાયો છે. આરોગ્ય શાખા, આઈસીડીએસ, મલેરિયા શાખા વગેરેને રાજ્ય અને કેન્દ્ર સરકારમાંથી જે ગ્રાન્ટ આવે છે તેમાં IEC એટલે કે પ્રચાર પ્રસારની ગ્રાન્ટ હોય છે જે મોટાભાગે પડી રહે છે.

આ ગ્રાન્ટને LEDના જાહેરાતના ખર્ચ તરીકે આપી મનપા ગ્રાન્ટમાંથી પોતાની આવક ઊભી કરશે.આઈઈસીની ગ્રાન્ટને આવકમાં રૂપાંતરિત કરવા કીમિયો લગાવાયો સ્ટેન્ડિંગ કમિટીએ LED બોર્ડમાં જાહેરાત માટે ખાનગી પાર્ટી માટે તો હજુ પણ ટેન્ડરની જ શરત રાખી છે પણ સરકારી જાહેરાત માટે પ્રતિ 30 સેકન્ડના સ્લોટના 20 રૂપિયા જ્યારે મનપાની જ જાહેરાત હોય તો સ્લોટના 10 રૂપિયા લેશે. મનપાના જ બોર્ડમાં જાહેરાત આપવા મનપાની જ શાખાએ પૈસા આપવા પડશે તે એક રીતે યોગ્ય લાગતું નથી પણ સમજી વિચારીને નિર્ણય લેવાયો છે.

આરોગ્ય શાખા, આઈસીડીએસ, મલેરિયા શાખા વગેરેને રાજ્ય અને કેન્દ્ર સરકારમાંથી જે ગ્રાન્ટ આવે છે તેમાં IEC એટલે કે પ્રચાર પ્રસારની ગ્રાન્ટ હોય છે જે મોટાભાગે પડી રહે છે. આ ગ્રાન્ટને LEDના જાહેરાતના ખર્ચ તરીકે આપી મનપા ગ્રાન્ટમાંથી પોતાની આવક ઊભી કરશે.

અન્ય સમાચારો પણ છે...