મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ જોડી ટ્રેનમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય કર્યો છે. ઓખા-મુંબઇ સેન્ટ્રલ, સોમનાથ-ઓખા, વેરાવળ-બાંદ્રા ટ્રેનમાં વધારાના કોચ જોડવામાં આવશે. આ અંગે સિનિયર ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યાનુસાર ટ્રેન નંબર 22946/22945 ઓખા - મુંબઈ સેન્ટ્રલ - ઓખા સૌરાષ્ટ્ર મેલમાં ઓખાથી 18.01.2022થી 17.02.2022 સુધી અને મુંબઈ સેન્ટ્રલથી 15.01.2022થી 14.02.2022 સુધી એક વધારાનો સેકન્ડ એસી કોચ જોડવામાં આવશે.
ટ્રેન નંબર 19251/19252 સોમનાથ-ઓખા-સોમનાથ એક્સપ્રેસમાં સોમનાથથી 17.01.2022થી 16.02.2022 સુધી અને ઓખાથી 16.01.2022 થી 15.02.2022 સુધી એક વધારાનો સેકન્ડ એસી કોચ લગાવવામાં આવશે. ટ્રેન નંબર 19218/19217 વેરાવળ - બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં વેરાવળથી 19.01.2022થી 02.02.2022 સુધી (તા.22.01, 23.01, 27.01 અને 01.02 સિવાય) અને બાંદ્રાથી તા..18.01થી 01.02સુધી (21.01.2022, 22.01.2022, 26.01.2022 અને 31.01.2022 સિવાય) એક વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.