ટ્રેન વ્યવહારને અસર:રાજકોટ ડિવિઝનની 2 ટ્રેન રદ, 7 ટ્રેન ડાઇવર્ટ કરાઈ

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જલગાંવમાં રિમોડલિંગથી ટ્રેન વ્યવહારને અસર

મધ્ય રેલવે સ્થિત જલગાંવ યાર્ડમાં રિમોડલિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેમાં 2 ટ્રેન રદ થશે અને 5 ટ્રેન ડાઇવર્ટ કરેલા રૂટ પર ચાલશે આવતીકાલથી જ રેલ વ્યવહાર પ્રભાવિત થશે અને ડિસેમ્બર સુધી યથાવત્ રહેશે.

રાજકોટ-રિવા એક્સપ્રેસ 4 ડિસેમ્બર, રિવા એક્સપ્રેસ 5 ડિસેમ્બરના રોજ રદ રહેશે. જ્યારે બિલાસપુર-હાપા 5 ડિસેમ્બરે ડાઇવર્ટ કરાયેલા રૂટ વાયા બડનેરા-ભુસાવલ-ખંડવા-ઈટારસી-સંત હિરદારામનગર-રતલામ-છાયાપુરી થઈને ચાલશે. જ્યારે ઓખા-રામેશ્વરમ 29 નવેમ્બરે ડાઇવર્ટ કરાયેલા રૂટ વાયા સુરત-વસઈ રોડ-કલ્યાણ-ઈગતપુરી-મનમાડ-અંકાઈ થઈને ચાલશે. પુરી-ઓખા એક્સપ્રેસ અને સંત્રાગાચી-પોરબંદર 4 ડિસેમ્બરે ડાઇવર્ટ કરેલા રૂટ પર ચાલશે.

જેમાં પુરી-ઓખા એક્સપ્રેસ વાયા બડનેરા-ભુસાવલ-ખંડવા-ઈટારસી-ભોપાલ-રતલામ-છાયાપુરી થઈને અને સંત્રાગાચી-પોરબંદર એક્સપ્રેસ બડનેરા-ભુસાવલ-ખંડવા-ઈટારસી-ભોપાલ-રતલામ-છાયાપુરી થઈને ચાલશે. કાલે 25 નવેમ્બરના રોજ રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ વાયા અંકાઈ-મનમાડ-ઈગતપુરી-કલ્યાણ-વસઈ રોડ થઈને ચાલશે. આ ઉપરાંત ઉત્તર રેલવેના લખનઉ સ્ટેશન પર ટ્રાફિક પાવર બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન આજે ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ સુધી તેના હાલના રૂટ આલમનગર-લખનઉ-બારાબંકી જંક્શનને બદલે ડાઇવર્ટ કરવામાં આવેલ રૂટ પર દોડશે.

અન્ય સમાચારો પણ છે...