પેટ્રોલ, ડીઝલના ભાવ આસમાને પહોંચી જતાં તેની ચોરીના બનાવો વધી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં સીઝન્સ હોટલમાં કેટરીંગ કરવા ગયેલા 2 શખ્સે જનરેટરમાંથી 200 લીટર ડીઝલની ચોરી કરી હતી. હાલ પોલીસે બન્નેની ધરપકડ કરી છે.
રૂ.68 હજારનો મુદ્દામાલ કબજે
આ અંગે મળતી વિગત મુજબ એલસીબી ઝોન-1 ને મળેલી ચોક્કસ બાતમીના આધારે જુના મોરબી રોડ રાજ કાંટા પાસેથી શંકાસ્પદ હાલતમાં રીક્ષામાં નીકળેલા ભગવતીપરા ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રહેતા રીક્ષા ચાલક આશીફ દાઉદ હાલા (ઉ.30) અને અનિશ હબીબ કયડા (ઉ.21)ની અટકાયત કરી હતી. રીક્ષામાં ચાર કેરબા ભરેલા હોય દેશી દારૂની શંકાએ તલાશી લેતાં તેમાંથી રૂા.18 હજારની કિંમતનું 200 લીટર ડિઝલ મળી આવ્યું હતું. જ્યાં બન્નેએ હોટલમાં રાખેલ જનરેટરમાંથી 200 લીટર ડિઝલની ચોરી કરી હોવાનું અને વેચવા જતાં પકડાઈ ગયાની કબુલાત આપી હતી. પોલીસે ચોરાઉ ડિઝલ અને ઓટો રીક્ષા મળી રૂ.68 હજારનો મુદ્દામાલ કબજે કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
વોશીંગ મશીનની પીન કાઢવા જતા વીજ ક૨ંટથી યુવતીનું મોત
શહે૨ના ૨ેલનગ૨ વિસ્તા૨માં છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં ૨હેતા ગનીભાઈ વ૨ીયાની 15 વર્ષીય પુત્રી આ૨ઝુ પોતાના ઘ૨ે વોશીંગ મશીનમાં કપડાં ધોઈ ૨હી હતી.ત્યા૨ે પોતાના કપાડં પણ પાણીથી ભીના થઈ ગયા હોય, આ સ્થિતિમાં જ તેણે પાણી વાળા ભીના હાથે વોશીંગ મશીનની પીન કાઢવા જતા વીજ ક૨ંટ લાગતા બેભાન થઈ ઢળી પડી હતી. તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તબીબોએ મૃત જાહે૨ ક૨ી હતી. બનાવના પગલે પ્રદ્યુમનનગ૨ પોલીસ હેડ કોન્સ્ટેબલ ક૨ણભાઈ મા૨ુ અને ૨ાઈટ૨ ૨ામશીભાઈ દોડી ગયા હતા. જરૂ૨ી કાગળ કાર્યવાહી ક૨ી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો
સેન્ટ્રલ જેલમાં હત્યાના બે આરોપીઓએ દવાનો ઓવરડોઝ પી લીધો
રાજકોટ સેન્ટ્રલ જેલમાં કેદ હત્યાના આરોપીઓ આકાશ આડતીયા અને અફરોજબિને દવાનો ઓવરડોઝ પી લેતા બેભાન હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બન્ને આરોપીને જેલવાસ ગમતો ન હતો જેથી જેલની સજાથી કંટાળીને કંટાળીને પોતાની બેરેકમાં બીમારીનો દવાનો ઓવરડોઝ પીધો હતો. હાલ બન્નેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
જંતુનાશક દવાવાળુ પાણી પી જતા યુવતીનું મોત
ગોંડલ તાલુકાના મેઘપર ગામના મુળ વતની ખાંટ રાજપૂત ભગાભાઇ મકવાણા પોતાના પરિવાર સાથે રાજકોટ રહે છે અને મજુરી કામ કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે જેમાં પુત્રી ડિમ્પલ નાની છે. ડિમ્પલ ઘરેથી જ ઇમીટેશનનું કામ કરતી હતી. ગત એપ્રિલ માસમાં હડાળા ગામે વાડી ભાગમાં રાખી વાવતા તેમના મોટા બાપુની વાડીએ તે રોકાવા ગઇ હતી. જયાં તા. 21/4/2022ના સાંજે છએક વાગ્યા આસપાસ તેણીએ વાડીના ધોરીયામાં જતુ જંતુનાશક દવાવાળુ પાણી ભુલથી પી લીધું હતું દવાની ઝેરી અસર થતા તેણીને પ્રથમ રાજકોટની સંજીવની હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ગોંડલની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં તા. 8/5/2022ના રોજ તેણીએ સારવારમાં જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. બનાવના પગલે કુવાડવા રોડ પોલીસે મૃત્યુનોંધ લખી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.