તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્દાફાશ:રાજકોટમાં પૈસાની ખેંચ દૂર કરવા 2 શખ્સે જાલી નોટ છાપવાનું શરૂ કર્યુ, 200, 500 અને 2000ની નોટ છાપી સાંજે મોટી ઉંમરના ફેરીયાઓને વટાવતા

રાજકોટ9 દિવસ પહેલા
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બંને કારખાનેદારની ધરપકડ કરી, ઇન્સેટમાં પોલીસે કબ્જે કરેલી નકલી નોટો.
  • કારખાનામાંથી 36 બોટલ વિદેશી દારૂ પણ મળ્યો, પોલીસે 27 નકલી નોટ કબ્જે કરી
  • બે કારખાનેદાર છેલ્લા દોઢ વર્ષથી નકલી નોટ છાપતા હતા, બંનેની ધરપકડ

રાજકોટના વાવડીમાં ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોનમાં આવેલા જોબવર્કના કારખાનામાં બે શખ્સો પૈસાની ખેંચ દૂર કરવા છેલ્લા દોઢ વર્ષથી જાલી નોટ છાપતા હોવાની બાતમી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. આથી ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડતા જાલી નોટ છાપવાનું કારસ્તાન ઝડપી લીધુ હતું. પોલીસે 200, 500 અને 2000ના દરની 27 નકલી નોટ કબ્જે કરી હતી. સાથોસાથ બંને કારખાનેદારની પણ ધરપકડ કરી હતી. નકલી નોટ છાપી બંને શખ્સો છૂટક રીતે સાંજના સમયે જ મોટી ઉંમરના ફેરિયાઓને વટાવતા હતા.

36 બોટલ વિદેશી દારૂ પણ મળ્યો
મેંદરડાનો વતની અને હાલ રાજકોટ રહેતો પિયુષ બાવનજીભાઇ કોટડીયા અને માણાવદરનો વતની અને હાલ રાજકોટ રહેતો મુકુંદ મનસુખભાઇ છત્રાળા નામના બંને કારખાનેદારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કારખાનામાં જાલીનોટો ઉપરાંત વિદેશી દારૂની 36 બોટલ પણ મળી આવતાં તે અંગે અલગથી ગુનો નોંધાયો છે. આ બંને શખ્‍સ પોતાની પૈસાની ખેંચ દૂર કરવા નકલી નોટો છાપવાના રવાડે ચડ્યા હતાં. દોઢ વર્ષ પહેલા આવો વિચાર આવતાં કલર પ્રિન્‍ટર કમ ઝેરોક્ષ મશીન લાવ્‍યા હતાં
અને નોટો છાપવાની શરૂઆત કરી હતી.

શરૂઆતમાં સારી નોટ બનતી નહોતી
બંને તરફ ઝેરોક્ષ કરવાની હોય શરૂઆતમાં તો સારી નોટો બનતી નહોતી. એ પછી ખૂબ નોટો છાપ્‍યા બાદ અમુક સારી અસલી હોય તેવી નોટો તૈયાર થતાં સાંજના સમયે થોડુ અંધારૂ થાય ત્‍યારે વટાવવાનું શરૂ કર્યુ હતું. ફેરીયાઓ અને એ પણ મોટી વયના હોય તેની પાસેથી થોડી ઘણી વસ્‍તુ ખરીદી નકલી નોટ આપી દેતા હતાં અને બાકી બચે તે અસલી ચલણ પાછુ મેળવી લેતાં હતાં. પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ અત્‍યાર સુધીમાં આ બંનેએ એકાદ લાખની નકલી નોટો આ રીતે વાપરી નાંખી છે.

કારખાનામાંથી વિદેશી દારૂની 36 બોટલ પણ મળી આવી.
કારખાનામાંથી વિદેશી દારૂની 36 બોટલ પણ મળી આવી.

બંને કારખાનેદાર પાસેથી કબ્જે કરેલો મુદ્દામાલ
- એક કલર પ્રિન્‍ટર કમ ઝેરોક્ષ મશીન- 10 હજાર
- 2000ના દરની 20 નકલી નોટ
- 500ના દરની 1 અને 200ના દરની 3 નકલી નોટ
- 2 રાઇટિંગ પેડ
- લીલા કલરની કાચની 1 નાની બોટલ
- લીલા કલરની 2 સેલોટેપ
- સ્‍ટીલની 1 ફૂટપટ્ટી
- રોકડા રૂ. 3700 અને 8 હજારની કિંમતના 2 મોબાઇલ ફોન
- ડુપ્‍લિકેટ નોટો બનાવવાનું રો-મટીરીયલ્‍સ મળી કુલ રૂ. 21800 નો મુદ્દામાલ કબ્‍જે કર્યો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો