તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 2 Patients Lose Their Sight In Halwad And 1 In Jamnagar In Rajkot District, Amreli Marketing Yard Chairman Dies Of Brain Stroke

મ્યુકોરમાયકોસિસનું વધતું પ્રમાણ:રાજકોટ જિલ્લાના હળવદમાં 2 અને જામનગરમાં 1 દર્દીએ આંખની રોશની ગુમાવી,અમરેલી યાર્ડનાં ચેરમેનનું મ્યુકોરમાયકોસિસ થયા બાદ બ્રેઇન સ્ટ્રોકથી મૃત્યુ

રાજકોટ4 મહિનો પહેલા
પ્રતીકાત્મક તસ્વીર
  • સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાયકોસિસના 650થી વધુ કેસ નોંધાયા
  • હાલ આ રોગના એક પણ મેડિકલ સ્ટોરમાં ઇન્જેક્શન મળતા નથી

રાજકોટમાં અત્યારે કોરોનાની ખતરનાક બીજી લહેર ચાલી રહી છે. જ્યાં જુઓ ત્યાં કોરોનાનું જ તાંડવ જોવા મળી રહ્યું છે. ત્યારે આ વિકટ પરિસ્થિતિ વચ્ચે વધુ એક સમસ્યા અત્યારે શહેરીજનો સામે મોઢું ફાડીને ઉભી રહી ગઈ છે. અત્યારે શહેરમાં એક જૂની પરંતુ અત્યંત ઘાતક એવી બીમારી કોરોનાગ્રસ્ત લોકોને બેફામ રંજાડી રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે મ્યુકોરમાયકોસિસ નામની ફૂગ પ્રકારની બીમારી થઈ રહી છે. હાલ સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાયકોસિસના 650થી વધુ કેસ નોંધાયા છે જેમાં હળવદમાં 2 અને જામનગર 1 દર્દીએ આંખની રોશની ગુમાવી છે. જ્યારે અમરેલી માર્કેટીંગ યાર્ડનાં ચેરમેનનું મ્યુકોરમાયકોસિસ રોગ થતા બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો જેમાં તેનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે રાજકોટ સિવિલમાં 77 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી 31 દર્દી રાજકોટ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. જેને લઇને રાજકોટ સિવીલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.

એક પણ મેડિકલ સ્ટોરમાં ઇન્જેક્શન મળતા નથી
આ અંગે વાત કરતા સિવીલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ ડો.રાજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકારે પણ અલગ વોર્ડ ઉભો કરવા અને અલગ સારવાર કરવા માટેનો પરીપત્ર હોસ્પિટલોને મોકલવામાં આવ્યો છે. સાથે તેમના દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ રોગના ઇન્જેક્શન એન્ફોટેરિસીન-બી 50, લીપોસોમાલ એન્ફોટેરિસીન 50 મિલિગ્રામ ઇન્જેશન સિવિલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં છે. ઇન્જેક્શન અને દવાનો જથ્થો ઉપલબ્ધ છે પરંતુ શહેરના મેડિકલ સ્ટોરમાં આ ઇન્જેક્શન ક્યાંય ઉપલબ્ધ નથી. આથી આ રોગથી પીડિતા દર્દીઓ અને તેના સગાઓ મુશ્કેલીમાં મૂકાયા છે. મ્યુકોરમાયકોસિસનાં આંકડા પર નજર કરીએ તો, રાજકોટમાં 400, મોરબીમાં 200,જામનગરમાં 35,જૂનાગઢમાં 15 હળવદમાં 6 કેસ અને પોરબંદરમાં 3 કેસ નોંધાયા છે.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.રાજેશ ત્રિવેદી
સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.રાજેશ ત્રિવેદી

મ્યુકોરમાયકોસિસ શું છે?
કોરોના સામે લડતા દર્દીઓમાં ફેફસાંમાં વાયરસ વધુ સક્રિય થાય ત્યારે સાઈકોટાઈમ સ્ટ્રોમનું જોખમ ઉભું થાય છે. તેને ઓછું કરવા માટે જે સ્ટીરોઈડનો ઉપયોગ થાય છે તેના કારણે મ્યુકોરમાયકોસિસ થાય છે. આ રોગની શરૂઆત નાક અને ગળામાંથી થાય છે. ફંગસ થતા નાક ભરાય જાય અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ ફંગસ આંખ, ફેફસાં અને મગજ સુધી પહોંચી જાય છે. વાતાવરણમાં રહેલી આ એક પ્રકારની ફૂગ હોય છે.

મ્યુકોરમાયકોસિસના ઇન્જેક્શન અમદાવાદથી રાજકોટ મોકલવામાં આવ્યા
હાલ મ્યુકોરમાયકોસિસના ઇન્જેક્શન અમદાવાદથી રાજકોટ મોકલવામાં આવ્યા છે. કોરોનાના દર્દને મટાડવા માટે દર્દીઓ ઉપર સ્ટીરોઈડના ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે જે મ્યુકરમાઈકોસિસને આમંત્રણ આપી રહ્યાં છે. બીજીબાજુ આ રોગ એક વખત થઈ ગયા બાદ તેની લાંબી લચક સારવાર ચાલી રહી છે. આમ છતાં દર્દીના ઠીક થવાની સંભાવના પણ ઘણી ઘટી જાય છે. આ બીમારીનો ખતરો સૌથી વધુ ડાયાબીટીસના દર્દીઓ ઉપર રહે છે અને અનેક કેસોમાં મૃત્યુ પણ થવાની સંભાવના પણ વધી જાય છે.

આ રોગને મટાડવા ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શન કિડની અસર કરે છે
તબીબો માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે મ્યુકોરમાયકોસિસને મટાડવા માટે ઉપયોગમાં લેવાતાં ઈન્જેક્શન કિડનીને હાનિ પહોંચાડી શકે છે એટલા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો પણ પડકાર તબીબો સામે રહે છે.

અન્ય સમાચારો પણ છે...