તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બમ્પર આવક:રાજકોટ બેડી માર્કેટ યાર્ડ બહાર 2 કિમી લાંબી વાહનોની કતાર લાગી, કાલથી મગફળીની હરાજી શરૂ કરાશે

રાજકોટ4 મહિનો પહેલા
બીજી વખત મગફળીની મબલક આવક થઈ છે - Divya Bhaskar
બીજી વખત મગફળીની મબલક આવક થઈ છે
  • ટેકાના ભાવ કરતા ખુલ્લા માર્કેટમાં સારા ભાવ મળતા હોવાથી મગફળીની બમ્પર આવક થઈ છે

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આવતીકાલથી ફરી મગફળીની હરાજી શરૂ થશે. ત્યારે આજથી જ બેડી માર્ટ યાર્ડ બહાર 2 કિલોમીટર લાંબી વાહનોની લાંબી લાઈનો લાગી છે. યાર્ડમાં આજથી જ મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. જેથી યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈન જોવા મળી રહી છે.

કાલથી મગફળીની હરાજી શરૂ કરવામાં આવશે
રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં કાલથી મગફળીની હરાજી શરૂ થવાની છે. બીજી વખત મગફળીની મબલક આવક થઈ છે. જેથી આજે મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વહેંચવા માટે ઉમટી પડ્યાં છે. યાર્ડ બહાર 2 કિલોમીટર જેટલી લાંબી લાઈનો જોવા મળી રહી છે. ટેકાના ભાવ કરતા ખુલ્લા માર્કેટમાં સારા ભાવ મળતા હોવાથી મગફળીની બમ્પર આવક થઈ છે.

20 કિલો મગફળીના ભાવ 950થી 1070 સુધી
રાજકોટ માર્કેટ યાર્ડમાં 20 કિલો મગફળીનો ભાવ 900થી 1100 સુધી બોલાય રહ્યાં છે. ટેકાના ભાવે જે ખરીદી થાય છે તેના કરતા સારા ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યાં છે. ટેકાના ભાવે મગફળી વેચવામાં આવે તો એક કે બે મહિને ખેડૂતોને પૈસા મળે છે. જ્યારે માર્કેટ યાર્ડમાં વેપારીઓ તુરંત જ ખેડૂતોને પૈસા આપી દે છે. આથી ખેડૂતો માર્કેટ યાર્ડમાં મગફળી વેચવાનું વધારે પસંદ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો