કોરોના રાજકોટ LIVE:24 કલાકમાં 2ના મોત, બપોર સુધીમાં 7 કેસ નોંધાયા, મનપા દ્વારા વિદેશ અભ્યાસાર્થે જતા 50થી વધુ વિદ્યાર્થીઓનું વેક્સિનેશન કરાયું

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં વેક્સિન નહિ લીધી હોય તો કોરોનાનો રીપોર્ટ સાથે રાખવો ફરજીયાત

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે. 24 કલાકમાં 2 દર્દીઓના મૃત્ય થયા છે. જ્યારે બપોર સુધીમાં 7 કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42478 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 671 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે ગુરૂવારે 18 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલે કોરોનાની જેમ હવે મ્યુકોરમાઈકોસિસના મૃત્યુઆંક છૂપાવવાનું શરૂ કરી દીધું છે.રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 5036 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1676 સહિત કુલ 6712 નાગરિકોએ રસી લીધી છે.

50થી વધુ વિદ્યાર્થીઓનું અગ્રતાના ધોરણે વેક્સિનેશન કરાયું
હાલ રાજ્ય સરકાર દ્વારા વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીઓને ભારતીય વેક્સિન ત્યાં પણ માન્યતા પ્રાપ્ત હોઈ તેઓને વિદેશ જવામાં સરળતા રહે તે માટે અગ્રતાના ધોરણે રસી આપવાની કામગીરી હાથ ધરાઈ છે. આ અંગે વાત કરતા રાજકોટ મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારીશ્રી પી.પી.રાઠોડ જણાવે છે કે, આરોગ્ય વિભાગ દ્વારા રામનાથપરા ખાતે અલાયદુ વેક્સીન કેન્દ્ર ખોલી જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગતા હોઈ તેઓને 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવે છે તેમ જણાવ્યું છે.આજ સુધીમાં કેનેડા માટે 34 યુવાનો, 7 યુવતીઓ, જર્મની માટે 3 યુવક, યુ.કે માટે 3 યુવક. ઓસ્ટ્રેલિયા જવા માટે 2 યુવક અને 1 યુવતી તેમજ ફ્રાન્સ માટે 1 યુવક મળી કુલ 52 જેટલા યુવા વિદ્યાર્થીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

સુપરસ્પ્રેડરોનું વેક્સિનેશન કરાયું
સુપરસ્પ્રેડરોનું વેક્સિનેશન કરાયું

72 જેટલા પાનના ગલ્લા, ચા ની લારીવાળા તેમજ ડિલિવરી બોયનું વેક્સિનેશન કરાયું
હાલ લોકોના સંપર્કમાં સૌથી વધુ પાનના ગલ્લા, ચા ની લારીવાળા તેમજ સ્વીગી અને ઝોમેટોના ડિલિવરી બોય આવતા હોય છે. માટે તેઓનું વેક્સિનેશન થયું ખુબ જ જરૂરી છે. તેથી રાજકોટ શહેર પોલીસ દ્વારા સુપર સ્પ્રેડર ગણાતા આ 72 લોકો જેટલા પાનના ગલ્લા, ચા ની લારીવાળા તેમજ ડિલિવરી બોયને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત કરી, વેક્સિનના ફાયદા જણાવી વેક્સિન સેન્ટર પર લઈ જઈ તમામને કોરોના વેક્સિન અપાવવામાં આવી હતી.

જિલ્લામાં વેક્સિન નહિ લીધી હોય તો કોરોનાનો રીપોર્ટ સાથે રાખવો ફરજીયાત
રાજકોટ જિલ્લામાં વધી રહેલા સંક્રમણને પગલે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા વેક્સિનેશનનું પ્રમાણ વધારવા માટે 6 મહાનગર પાલિકાઓમાં જાહેરનમું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટપણે વેક્સિન મુકાવા માટે સૂચના આપવામાં આવી છે. અને રાજકોટ જિલ્લામાં જેણે વેક્સિન નહીં લીધી હોય તેમણે કોવીડ નેગેટિવ હોવાનો 10 દિવસથી વધુ સમયનો રિપોર્ટ ધંધાના સ્થળે ફરજીયાત પણે સાથે રાખવો પડશે. આ જાહેરનામુ શાકભાજીના ફેરીયા, લારી ગલ્લાવાળા, હોટલ રેસ્ટોરન્ટ, રીક્ષા,ટ્રક-ટેકસીના ડ્રાઇવર-કલીનર,ચા,પાન,હેરસલૂન,સૂથાર,લુહાર,પ્લમ્બર અને ઇલેકટ્રીશ્યન સહિતના તમામને આ જાહેરનામું લાગુ પડશે.

અન્ય સમાચારો પણ છે...