કાર્યવાહી:એક અઠવાડિયામાં રાજકોટ સિટી બસના 2 કન્ડક્ટરને ફરજમુક્ત કરાયા, મારૂતિ ટ્રાવેલ્સ એજન્સીના કામમાં ક્ષતિ બદલ 1.44 લાખની પેનલ્ટી

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિટી બસની ફાઇલ તસવીર. - Divya Bhaskar
સિટી બસની ફાઇલ તસવીર.
  • BRTSમાં રાજ સિક્યુરિટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ 4,015ની પેનલ્ટી

રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV-રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધીમાં કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સિટી બસમાં 2 કન્ડક્ટરને કાયમી ધોરણે ફરજમુક્ત કરવામાં આવ્યા છે અને મારૂતી ટ્રાવેલ્સ એજન્સીના કામમાં ક્ષતિ બદલ 1.44 લાખની પેનલ્ટી આપવામાં આવી છે.

સિટી બસમાં થયેલી દંડનીય કાર્યવાહીઓ

  • સિટી બસ સેવામાં બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ 4,125 કિ.મી.ની પેનલ્ટી મુજબ કુલ અંદાજીત રૂ. 1,44,375ની પેનલ્ટી કરવામાં આવી
  • ​​​​​​​સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂ.15,800ની પેનલ્ટી આપવામાં આવી
  • સિટી બસ સેવામાં સિક્યુરિટી એજન્સી નેશનલ સિક્યુરિટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ કુલ રૂ.900ની પેનલ્ટી કરવામાં આવી છે
  • સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી-અનિયમિતતા અંગે બે કંડક્ટરને કાયમી ધોરણે ફરજમુક્ત કર્યા છે અને 5 કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
  • ચેકિંગ દરમિયાન સાત મુસાફરો ટિકિટ વગર જણાતા તેમની પાસેથી રૂ.770 નો દંડ વસુલમાં આવ્યો છે

BRTS બસમાં થયેલી દંડનીય કાર્યવાહી
બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરીટી પૂરા પાડતી એજન્સી રાજ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ. 4,015ની પેનલ્ટી કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...