તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણાંતિકા:જામનગરના નિકાવામાં રમતા રમતા 2 બાળકો પાણીના ખાડામાં પડ્યા, ડૂબી જવાથી બંનેના મોત, છેલ્લા 3 દિવસમાં 7ના મોત

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બંને બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા - Divya Bhaskar
બંને બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા
  • પરિવારજનો ખેતી કામ કરી ઘરે આવ્યા તો બાળકો ઘરમાં જોવા ન મળ્યા

જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે પાણી ભરેલા ખાડા કાળ સમાન સાબિત થયા છે. જામનગર જિલ્લાના કાલાવડનાં નિકાવામાં 2 બાળકો રમતા રમતા મકાન પાછળ પાણી ભરાયેલા ખાડામાં ડૂબી જતા બંનેના મોત થયા છે. જેથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. મહત્વનું છે કે જામનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 7 બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે.

બંને બાળકોના મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો
ઘટનાની વિગત અનુસાર કાલાવડના નિકાવા ગામથી નાના વડાળા ગામ તરફ જતા વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા પરિવારના 2 બાળકો મકાન પાછળ રમતા હતા. રાધા તળશીભાઇ મદારીયા (ઉં.વ. 10) અને સન્ની દેવાભાઇ ચારોલીયા (ઉં.વ. 6) નામના બંને બાળકો રમતા રમતા પાણીના ખાડામાં ડૂબી ગયા હતા. ખેતી કામ કરી ઘરે આવેલા પરિવારને તેના બાળકો ન મળતા શોધખોળ કરી હતી. જેમાં મકાન પાછળના પાણીમાંથી બંને બાળકો ડૂબેલી હાલતમાં મળી આવ્યા હતા. એક સાથે બે બાળકોનાં મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

3 દિવસમાં ડૂબવાથી 7 બાળકોના મોત થયા
પોલીસે હાલ તો બંને બાળકોનો કબજો લઈને પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે શનિવારે કાલમેઘડા ગામે રાહુલ દિલીપભાઈ ઠાકોર (ઉં.વ.10) ,કિરણ દિલીપભાઈ ઠાકોર (ઉં.વ.5) અને રિયા શૈલેશભાઈ ઠાકોર (ઉં.વ.5) નામના 3 બાળકો ખેત તલાવડીમાં ડૂબી ગયા હતાં, જ્યારે આ જ ગામમાં રવિવારે પુર પરથી બાઈક તણાઇ જતા અલ્પેશ લખીધરભાઇ સાતાણી (ઉં.વ.9) અને પુનમ લખીધરભાઇ સાતાણી નામના બે સગા ભાઈ-બેનનાં મોત થયાં હતા. આમ છેલ્લા 3 દિવસમાં 7 બાળકોના ડૂબવાથી મોત નીપજ્યાં છે.