તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ:જૂની કલેક્ટર કચેરી પાસેથી 45 હજારના ગાંજા સાથે મહિલા સહિત 2 ઝડપાયા, ગાંજો સુરતથી લાવ્યા હોવાનું રટણ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બંને આરોપીની અટકાયત - Divya Bhaskar
બંને આરોપીની અટકાયત
  • નામચીન ઈમ્તિયાઝ ઉર્ફે ઇનીયાની 16 ગુનામાં સંડોવણી

રાજકોટ શહેરમાં જૂની કલેક્ટર કચેરી પાસેથી પોલીસે નામચીન શખ્સ અને એક મહિલાને રૂ.45600ની કિંમતના 7.60 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં ગાંજો સુરતથી લાવ્યા હોવાનું માલુમ પડ્યું હતું. ગાંજો કોને સપ્લાય કરવાનો હતો અને આ વેપલો કેટલા સમયથી ચલાવતા હતા. તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસે બંનેની અટકાયત કરી તપાસ હાથ ધરી
બાતમીના આધારે પોલીસે જૂની કલેક્ટર ઓફિસ પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન પોલીસે બંને આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે ઇનીયો ઉર્ફે ઠુઠો અલ્લારખા શેખ (ઉં.વ.35) અને યાસ્મીનબેન ગુલાબભાઇ સેલત (ઉં.વ.34)ને ઝડપી લીધા હતા. આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે ઇનયા વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેરમાં મારામારી, લૂંટ સહિતના કુલ 16 ગુના નોંધાય ચૂક્યા છે. તેમજ બે વખત પાસા હેઠળ અટકાયત થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.