તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 1.96 Crore Passengers Took Advantage Of Rajkot Citybus Service, Loss Of Rs 17.15 Crore, 50 E buses To Run By End Of March, Charging Station Depot To Be Built On 80 Feet Road

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિઘા:1.96 કરોડ મુસાફરોએ રાજકોટ સિટીબસ સેવાનો લાભ લીધો, 17. 15 કરોડની ખોટ, 50 ઇ-બસ માર્ચના અંત સુધીમાં દોડશે, ચાર્જિંગ સ્ટેશન ડેપો 80 ફૂટ રોડ પર બનશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસ સેવાનું સંચાલન કરતી રાજકોટ રાજપથ લિમિટેડ કંપનીની વાર્ષિક સાધારણ સેવા યોજાઇ હતી. જેમાં આગામી દિવસોમાં મુસાફરોને કેવા પ્રકારની સુવિધા આપવામાં આવશે તેની ચર્ચા થઈ હતી અને માર્ચ 20 21 સુધીમાં ૫૦ ઇલેક્ટ્રિક બસ રાજકોટમાં દોડતી થઇ જશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. સિટી બસ સેવાના 2019-20ના વર્ષ દરમિયાન 19695579 મુસાફરોએ લાભ લીધો હતો. ગત વર્ષ કરતા મુસાફરોની સંખ્યામાં 29 લાખનો વધારો થયો હતો આમ છતાં સિટી બસ સેવામાં વર્ષના અંતે 17.15 કરોડ રૂપિયાની ખોટ ગઇ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. બીજી ભાષામાં રજૂ કરવામાં આવે તો પ્રત્યેક મુસાફર દીઠ રૂ.8.70 રાજકોટ મનપાએ નુકસાનને સહન કરી છે.

રાજકોટ રાજપથ લી. મારફત કુલ 100 બસ (90 સિટી બસ તથા 10 બી.આર.ટી.એસ.) મારફત સમગ્ર શહેર તથા તેની આજુબાજુના રહેણાક વિસ્તારો ઔદ્યોગિક વસાહતો, શૈક્ષણિક સંકુલોને આવરી લેતા કુલ 45 રૂટ પર પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. સિટી બસ સેવાનો કામના દિવસો દરમિયાન દૈનિક સરેરાશ અંદાજિત 40000 તેમજ બી.આર.ટી.એસ. બસ સેવાનો કામનાં દિવસો દરમિયાન દૈનિક સરેરાશ અંદાજિત 20000 મુસાફરો મળી કુલ 60000થી વધુ શહેરીજનો પરિવહન સેવાનો લાભ લે છે.

ગત વર્ષની સરખામણીમાં વર્ષ 2019-20માં સિટી બસમાં સેવામાં અંદાજિત 2253000 મુસાફરો તેમજ બી.આર.ટી.એસ. બસ સેવામાં અંદાજિત 654000 મુસાફરો એમ બંને પરિવહન સેવા મળી કુલ 2907000 મુસાફરોનો નોંધપાત્ર વધારો થયો છે. આર.એમ.ટી.એસ. (સીટીબસ), બી.આર.ટી.એસ. બંને પરિવહન સેવાઓ મળી વર્ષ 2019-20 દરમિયાન કુલ રૂ. 13,33,17,608 જેટલી ટીકીટિંગની આવક થઇ હતી. જે મુજબ આગળના વર્ષની સરખામણીમાં રૂ. 2,08,61,840 જેટલી ટિકિટિંગની આવકમાં વધારો થયો છે. 50 ઈ બસ ઉપરાંત કેન્દ્ર સરકારે મંજૂર કરેલી વધારાની 100 ઈ બસ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે ચાલુ માસના અંત સુધીમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વર્કઓર્ડર અપાશે. ઈ-બસ માટે જરૂરી ચાર્જિંગ સ્ટેશનના ખાતમુહૂર્તની તૈયારી તથા અન્ય માળખાકીય સુવિધાઓ માટે 80 ફૂટ રોડ પર હયાત સિટી બસ ડેપો ખાતે આધુનિક ઈ-બસ ડેપો માટેની કામગીરી શરૂ કરાઇ છે.

એક લાખથી વધુ બહેનોએ લાભ લીધો
દર વર્ષની માફક વર્ષ 2019-20માં સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ બસ સેવામાં રક્ષાબંધન, વિમેન્સ ડે તથા ભાઇ-બીજના તહેવારના દિવસે મહિલા મુસાફરોને બસમાં ફ્રી મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવા આવે છે. જેમાં 105660 મહિલાઓએ ફ્રી મુસાફરીનો લાભ લીધો હતો. સૌથી વધુ રક્ષાબંધનના દિવસે 52830 બહેનોએ ફ્રી મુસાફરી કરી હતી. શહેરને સુવિધા મળી રહે તે માટે મનપા પ્રયત્નશીલ રહેતું હોય છે. જેના ભાગરૂપે મહિલાઓએ સિટી બસ સેવાનો લાભ લીધો છે.

મુસાફરોને આ નવી સુવિધાઓ મળશે

  • હવે સ્માર્ટ કાર્ડથી ટિકિટ લઈ મુસાફરો યાત્રા કરી શકશે
  • આગામી સમયમાં યાત્રિકો સ્માર્ટ કાર્ડથી પણ મુસાફરી કરી શકશે અને આ માટેની વ્યવસ્થાનો સમાવેશ હાલની સિસ્ટમમાં કરાયેલ છે. BRTSના તમામ સ્ટેશનો પર એન્ટ્રી,એક્ઝિટ માટે ઓટોમેટિક ગેટ મુકાયા છે. ટિકિટ પરનો ક્યુઆર કોડ સ્કેન કરવાથી બસ સ્ટેશનના ઓટોમેટિક ગેટ ખુલી જશેે.
  • પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ યાત્રિકો માટે ઉપયોગી
  • પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમમાં મુસાફરોને જુદા-જુદા પ્રકારની માહિતી મળશે અને આપદા સમયે મુસાફરોને અત્યંત જરૂરી સૂચના અપાશે.
  • 10 સ્માર્ટ બસ સ્ટોપનું લોકાર્પણ પૂર્ણ, હજુ 30 નવા સ્માર્ટ બસ સ્ટોપ બનશે
  • હાલ 40 સ્માર્ટ બસ સ્ટોપ પૈકી 10ની કામગીરી પૂર્ણ જ્યારે બાકી 10ની કામગીરી પૂર્ણતાના આરે છે અને બાકીના 20નું કામ 2 માસમાં પૂર્ણ થશે.
  • કે.કે.વી. ચોક પર નવું બસ સ્ટોપ, ગોંડલ ચોકડીએ લંબાઈ વધશે
  • BRTS કનેકટીવિટીનો લાભ કેકેવી ચોક પર મળી રહે અને ઇન્દિરા સર્કલના શેલ્ટર્સ સુધી જવું ન પડે તેથી કેકેવી ચોક ખાતે રૂ. 43.55 લાખના ખર્ચે બસ સ્ટોપ બની રહ્યું છે અને ગોંડલ ચોકડી ખાતે રૂ. 21.73 લાખના ખર્ચે BRTS શેલ્ટરની લંબાઈ વધારાશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો