વન વીક વન રોડ ઝુંબેશ:રાજકોટમાં આજે 150 ફૂટ રિંગ રોડ પર 19.13 લાખનો વેરો વસૂલાયો, 18 ફૂડ ઓપરેટરને ત્યાં ચેકિંગ કરતા 18 કિલો વાસી ખોરાક મળ્યો

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ફૂડ શાખાએ 18 ફૂડ ઓપરેટરને ત્યાં ચેકિંગ કર્યું હતું. - Divya Bhaskar
રાજકોટ ફૂડ શાખાએ 18 ફૂડ ઓપરેટરને ત્યાં ચેકિંગ કર્યું હતું.
  • 20 જગ્યાએ ગેરકાયદેસર ખડકાયેલા બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલા મુખ્ય 48 માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે વેસ્ટ ઝોનના 150 ફૂટ રિંગ રોડ (શીતલ પાર્ક બી.આર.ટી.એસ.થી રૈયા ચોક) ખાતે અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 20 જગ્યાએ ગેરકાયદેસર ખડકાયેલા બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. તેમજ 19.13 લાખનો મિલકત વેરો વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત 18 ફૂડ ઓપરેટરને ત્યાં દરોડા પાડી 18 કિલો વાસી ખોરાકનો નાશ અને 6 ઓપરેટરને લાયસન્સ અને હાઇજીન માટે નોટિસ ફટકારાઈ હતી.

ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરી
વન વીક વન રોડ અંતર્ગત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના 150 ફૂટ રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલા દબાણો અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરી ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.

1.ધવલભાઈ એસ. કુકડીયા, શક્તિ એલાઈમેન્ટ, લક્ષ્મી છાયા શેરી નં.1ના ખૂણે, 150 ફૂટ રિંગ રોડ 2.વસીમભાઈ ઘાંચી, તકદીર એગ ઝોન, નાણાવટી ચોક, 150 ફૂટ રિંગ રોડ 3.મનસુખભાઈ પટેલ, અમૃત ડેરી ફાર્મ, યસ કોમ્પલેક્ષથી આગળ, 150 ફૂટ રિંગ રોડ 4.નાથાભાઈ મોચી, યસ કોમ્પલેક્ષની બાજુમાં, 150 ફૂટ રિંગ રોડ 5.નારણભાઈ જોગરાણા, ખોડિયાર હોટલ, યસ કોમ્પલેક્ષ, 150 ફૂટ રિંગ રોડ 6.મુન્નાભાઈ હીરાભાઈ જાદવ, યસ કોમ્પલેક્ષ, 150 ફૂટ રિંગ રોડ 7.મનોજભાઈ સોની, આર્ય શક્તિ સિરામિક, 150 ફૂટ રિંગ રોડ 8.દિનેશભાઈ ભુવા, તલસાણીયા હોટલ, જય ગણેશ કોમ્પલેક્ષ, સદભાવના હોસ્પિટલની બાજુમાં, 150 ફૂટ રિંગ રોડ 9.નરેશભાઈ ગઢવી, પરફેક્ટ મારુતિ શો રૂમ, સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે, 150 ફૂટ રિંગ રોડ 10.મગનભાઈ, મોમાઈ એન્ટરપ્રાઈઝ, યસ કોમ્પલેક્ષ, 150 ફૂટ રિંગ રોડ 11.દીપકભાઈ જોશી, બાલાજી મોટર્સ, યસ કોમ્પલેક્ષ, 150 ફૂટ રિંગ રોડ 12.જયદીપભાઈ કમાણી, બોસ્ચ કાર સર્વિસ, 150 ફૂટ રિંગ રોડ 13.ગાત્રાળ ટી સ્ટોલ-1, સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે, 150 ફૂટ રિંગ રોડ 14.સ્ટર્લિંગ સર્જીકલ, સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે, 150 ફૂટ રિંગ રોડ 15.ધી. રાજ કો. ઓપ. બેંક ઓફ રાજકોટ લી., 150 ફૂટ રિંગ રોડ 16.ભુપતભાઈ, મોમાઈ ઓટો ગેરેજ, નાણાવટી ચોક, 150 ફૂટ રિંગ રોડ 17.જયદીપભાઈ, જય દ્વારકેશ, જય અંબે સિરામિક પાસે, 150 ફૂટ રિંગ રોડ 18.બીજલભાઈ પુનાભાઈ બાલાસરા, શિવમ પાન, પરિશ્રમ સોસાયટીના ખૂણે, 150 ફૂટ રિંગ રોડ 19.સદભાવના હોસ્પિટલ, 150 ફૂટ રિંગ રોડ 20.રાજ ચામુંડા ટી. સ્ટોલ, સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે, 150 ફૂટ રિંગ રોડ

20 જગ્યાએથી ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા.
20 જગ્યાએથી ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા.

વેરા વસુલાત શાખાની કામગીરી
વેરા-વસુલાત શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત 150 ફૂટ રિંગ રોડ પર વોર્ડ નં.1 અને 9માં આવેલા સ્વસ્તિક કોમ્પ્લેક્સ, વી-ફીટ કેફે, રામાપીર ચોકડી પાસે આવેલા રાંદલ ઓટો, મંગલ હેર આર્ટ વગેરે મિલકતો પાસેથી કુલ રૂ. 19 લાખ 13 હજાર રૂપિયાના મિલ્કત વેરાની વસુલાત કરવામાં આવી હતી. વ્યવસાય વેરા માટેની કુલ 268 સુનાવણી નોટિસની બજવણી કરવામાં આવી હતી. તેમજ રૈયા ચોક પાસે આવેલા અંબિકા કોમર્શિયલ કોમ્પ્લેક્સની 285 મિલ્કતોને ડિમાન્ડ નોટિસની બજવણી કરવામાં આવી છે.

ફૂડ શાખાની કામગીરી
રૈયા ચોકથી શીતલ પાર્ક ચોક રોડ પર ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 18 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન વાસી પ્રિપેર્ડ શાક, પાઉંભાજી, ગ્રેવી, ભાત, દાળ મળી 18 કિલોનો નાશ અને 6 પેઢીને લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટિસ આપવામાં આવી હતી. તેમજ ગુરૂજી ચીકી, રાજેશ ચીકી અને ચાંદની ચીકીમાંથી શીંગ-ગોળની ચીકીના નમૂના લેવામાં આવ્યા હતા.

મનપાની તમામ શાખા આજે વન વીક વન રોડ ઝુંબેશમાં જોડાઇ હતી.
મનપાની તમામ શાખા આજે વન વીક વન રોડ ઝુંબેશમાં જોડાઇ હતી.

દબાણ હટાવ શાખાની કામગીરી
દબાણ હટાવ શાખા દ્વારા 13 પરચુરણ સામાન, 88 બોર્ડ અને બેનર તેમજ 21 ઝંડી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી
જાહેરમાં કચરો ફેકનાર કે ગંદકી કરવા બદલ 13 આસામીઓ પાસેથી રૂ.4,150, કચરાપેટી કે ડસ્ટબીન ન રાખતા 5 આસામી પાસેથી 1,250, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા કે ઉપયોગ કરવા બદલ 14 આસામીઓ પાસેથી રૂ.6,500નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આમ કુલ 32 આસામીઓ પાસેથી કુલ રૂ. 11,900નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...